અંકલેશ્વર,તા.ર૦
પાનોલી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને પાનોલી નોટીફાઈડ એરિયા ઓથોરિટીના સૌજન્યથી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકને બોલેરો જીપ અર્પણ કરી છે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ. પટેલ, કિરણસિંહ પરમાર, પંકજ ભરવાડા તેમજ પાનોલી નોટીફાઈડ એરિયાના ચીફ ઓફિસર જે.કે. પ્રજાપતિ સહિતના હોદ્દેદારોએ ભરૂચ જિલ્લા વડા કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. પી.આર. ગઢવીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાને બોલેરો જીપ અર્પણ કરી હતી.