અંકલેશ્વર, તા.ર૪
અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે પાનોલી ઓવર બ્રિજ નીચેથી બે ટેમ્પાને રોકતા ૨,૭૧,૯૦૦ની કિંમતનો સામાન તથા બન્ને ટેમ્પાની કિંમત મળી કૂલ રૂપિયા ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકા પોલીસ ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં પણ પોલીસને મળેલી બાતમીના આધારે પાનોલી ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે ત્યાંથી પસાર થઈ રહેલા છોટાહાથી ટેમ્પાને ઉભો રાખ્યો હતો. પોલીસે ડ્રાઈવરની પુછપરછ કરતાં તેનું નામ સુલતાન મઝુબુલ્લા શાહ (રહે. કાપોદ્રા) હોવાનું તેમજ બાજુની સીટ પર બેસેલ યુવાન અહમદ તોહીદખાન (રહે. ભડકોદ્રા) જણાવ્યું હતું. પોલીસે ટેમ્પાની અંગ ઝડતી લેતા તેમાંથી લોખંની સાફટીંગ ૧૭૮૦ કિલો આધાર પુરાવા વગરની હોવાનુ જણાયું હતું. જેની કિંમત ૩૪૪૦૦ થાય છે. ત્રણે મોબાઈલ મળી ૮૫૦૦ નો મોબાઈલ તેમજ મુદ્દામાલ કબ્જે લીધો હતો. બીજા ટેમ્પામાં તલાસી લેતા આધાર પુરાવા વગરના કોથળામાં ભરેલા ૯૫૦ કિલો વજનના પીત્તળના વાલ્વ મળી આવ્યા હતાં. જેની એક કિલોની કિંમત ૨૫૦ લેખે ૨,૩૭,૫૦૦ થાય છે. પોલીસે તેની પુછપરછ કરતા પિત્તળના વાલ્વ તેણે વાઘોડીયા જીઆઈડીસીમાં આવેલી અલ્ટ્રા પ્યોર ગેસીસ પ્રાઈવેટ લિમીટેડની સામે આવેલ કંપનીમાંથી પ્રમોદ ઉર્ફે કાલાબિહારી નામના શખ્સે ભરાવેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને ટેમ્પાનો ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.