અંકલેશ્વર, તા.૨૦
ગત વર્ષના બીજા સત્રથી એટલે કે માર્ચ ૨૦ર૦થી સ્કૂલો સદંતર બંધ રહી છે ચાલુ વર્ષમાં બંન્ને સત્રની ફી વિદ્યાર્થીઓના વાલીઓએ ભરી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીને લીધે વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા સત્રના અંતિમ એક મહિના ઉપરાંતનું શૈક્ષણિક કાર્ય તેમજ વાર્ષિક પરીક્ષા પણ લેવામાં આવેલ નહીં અને માસ પ્રમોશન આપી દેવામાં આવેલ હોવા છતાં સ્કૂલોના સંચાલકો પૂરેપૂરી ફી માંગતા વાલીઓ દ્વારા વધારાની ફી માફી અંગે માંગ કરી હતી.
શૈક્ષણિક સત્ર વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ સત્રમાં સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર એક પણ દિવસ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ નથી તેમજ ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થી અને વાલીઓ પર થોપી દેવામાં આવ્યું હતું જેને લઇને વિદ્યાર્થીઓના વાલીઓને અંદાજિત બે બાળક દીઠ ૩૦,૦૦૦/- જેટલો માતબર આર્થિક બોજો સહન કરવો પડેલ છે અને જો લેપટોપ કે અન્ય ખર્ચની રકમ જોડવામાં આવે તો આ રકમ કેટલીય વધી જાય તેમ છે છતાં સ્કૂલ દ્વારા ફીની માંગણી કરવી અન્યાયી અને ગેરકાયદેસર છે જેથી વાલી મંડળ દ્વારા એક પત્ર સ્કૂલ સંચાલકો સમક્ષ જ્યાં સુધી સ્કૂલ/કોલેજનું શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી કોઈપણ જાતની ફીની માંગણી ન કરવી.
શાળામાં જે શિક્ષકો પોતાની ફરજો બજાવે છે તેઓને પૂરતો પગાર પણ ચૂકવવામાં આવેલ નથી. જો આ વાત સાચી હોય તો તાત્કાલિક અસરથી તેમને પગાર ચૂકવી આપવા.
ફી નિયમન કમિટી (હ્લઇઝ્ર)દ્વારા નિર્ધારિત કરેલ ટ્યુશન ફી કરતાં વધારે ફી શાળાઓ/કોલજો દ્વારા વસૂલવામાં આવે છે. એવી માહિતી મળેલ છે. આ વિગત સાચી હોય તો તાત્કાલિક અસરથી વધારાની ફી વાલીઓને પરત કરવા.
ફી નિયમન કમિટી દ્વારા કેટલી ટ્યુશન ફી નક્કી કરવામાં આવી છે તેનો પત્ર સ્કૂલના નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવા તેમજ તેની એક નકલ વિદ્યાર્થીઓના વાલીઓને આપવા સહિત છ માગણીઓ કરી છે. ઉપરોક્ત માંગણીઓ વ્યાજબી અને ન્યાયી છે જેને ધ્યાને લઇ તમામ માગણીઓ ગ્રાહ્ય રાખી દિન-૭માં પ્રત્યુત્તર પાઠવવા અથવા ચર્ચા વિચારણા કરવા સમય અને તારીખ નિયત કરી જાણ કરવા વિનંતી વાલી મંડળે કરી છે.