અંકલેશ્વર, તા.૮
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગોની બિસ્માર હાલત બાબતે ભરૂચી નાકા પાસે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસ દ્વારા રોડના સમારકામ બાબતે ૪૮ કલાક નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં ભારે વરસાદ ના કારણે શહેર ના મુખ્ય માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી ની સામનો કરવો પડી રહ્યો છે બિસ્માર માર્ગો ના પગલે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચીનાકા પાસે આવેલ માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં યુથ કોંગ્રેસ દ્વારા ૪૮ કલાક નુ અલ્ટીમેટમ આપવામા આવ્યું અને જો રોડનું કાર્પેટીંગ શરૂ કરવામા નહિ આવે તો ચક્કા જામ તેમજ અન્ય ઉગ્ર આંદોલન કરવામા આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી આ પ્રસન્ગે અંક્લેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ ભરત પરમાર, જિલ્લા યુવા કોંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા, નગરપાલિકા વિરોધપક્ષ ના ઉપનેતા શરીફ કાનુગા, પ્રતિક કાયસ્થ, વિનય પટેલ, અતુલ પટેલ, સુનિલ પટેલ તેમજ હાજર રહ્યાં હતા.