અંકલેશ્વર, તા.ર૧
અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી વહન કરી ટ્રીટમેન્ટ કરતી નર્મદા ક્લીન ટેક દ્ગઝ્ર્‌ની લાઈનમાં હાંસોટ તાલુકાના મોઠિયા ગામ પાસે ભંગાણ પડતા પ્રદૂષિત પાણીનો વિવાદ ઊભો થયો છે. દ્ગઝ્ર્‌ની લાઈનમાં મોઠિયા પાસે ભંગાણ સર્જાયું છે. જે લાઈન રિપેર થઈ રહી છે ત્યારે આજે પાંચમા દિવસે પણ વાલિયા ચોકડી પાસે આવેલ પંપિંગ સ્ટેશન પાછળથી આમલખાડીમાં વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. દ્ગઝ્ર્‌માં આવેલ રિઝર્વ ગાર્ડ પોન્ડ ફૂલ થયેલ છે જેથી દ્ગઝ્ર્‌એ એફલૂએન્ટ લેવાનું બંધ કરેલ છે. ઉદ્યોગોને એફલૂએન્ટ ના છોડવા બાબતે સૂચનાઓ આપવામાં આવેલ છે. કેટલાક ઉદ્યોગકારો એફલૂએન્ટ છોડવાનું ચાલુ રાખતા હોવાની શંકા છે. જીપીસીબી અને વિજિલન્સ દ્વારા તપાસ કરાતા અંકલેશ્વરની ૪ અને પાનોલીની એક કંપની ગેરકાયદેસર કેમિકલ નિકાલ કરતા ઝડપાતા જીપીસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી છે. જીપીસીબી આ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારાના નામ આપવાનું ટાળ્યું છે જેથી પ્રજામાં કાર્યવાહી પ્રત્યે શંકા પેદા થઈ છે. અગાઉ નામો જાહેર થતાં હતા જે હવે જાહેર કરાતા નથી.
પ્રદૂષિત પાણી આમલખાડીમાં વહી રહ્યું હોવાથી જીવસૃષ્ટિ અને આસપાસના ખેતરો પર ખતરો તોળાયો છે. દ્ગઝ્ર્‌ની લાઈનમાં છાશ વારે સર્જાતા ભંગાણથી પ્રજા અને ખેડૂતોને સમસ્યા થઈ રહી છે.
આ સિવાય “ઝ્ર” પંપિંગ સ્ટેશન પાછળથી પાળો ઓવરફ્લો થઈ પ્રદૂષિત પાણી અમરાવતીખાડીમાં પણ જઈ રહ્યું છે. આ અમરાવતીખાડીમાં પ્રદૂષિત પાણીના લીધે અગાઉ અનેક વખત માછલીઓ અને જળચરનાં મૃત્યુ થયા છે જેની તપાસ પણ થઈ છે.
આવી જ રીતે “મ્” પંપિંગ પાસેથી પ્રદૂષિત પાણી છાપરા ખાડીમાં જઈ રહ્યું છે.
આમ અંકલેશ્વરની આસપાસની આમલખાડી, અમરાવતીખાડી અને છાપરાખાડી પ્રદૂષિત થઈ રહી છે. અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમોનો એફલૂએન્ટ ખાડીઓમાં પર્યાવરણવાદી સંસ્થાએ વીડિયો જાહેર કરી તાત્કાલિક પ્રદૂષણ અટકાવવા માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં પ્રવાહી રાસાયણિક કચરાના નિકાલની વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં વારંવાર પ્રસાશનની ફરિયાદો ઊઠે છે. આજે ફરી એકવાર રાસાયણિક કચરો નદીઓ નાળામાં ઠલવાયો હોવાના દ્રશ્યો સામે આવતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગાંધીનગર જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને વીડિયો, ફોટા મોકલી ટેલિફોનિક ફરિયાદ કરતા હાલ જીપીસીબી એક્શનમાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે, ‘અમોએ અલગ ખાડીઓનું સ્થળ નિરીક્ષણ કરતા માલૂમ પડ્યું છે જે અંકલેશ્વર જીઆઈડીસીની આસપાસ આવેલ આમલખાડી, અમરાવતીખાડી અને છાપરાખાડીમાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. આ બાબતના ફોટા અને વીડિયો ગાંધીનગરના જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને મોકલી ટેલિફોનિક ફરિયાદ કરી છે. વરસાદી કાસોમાં વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત ગંદુ પાણી વહેતું હોવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર આ પ્રશ્નો સર્જાય છે, તો આ પ્રશ્નોના કાયમી નિરાકરણ લાવવા જણાવ્યું હતું, જ્યાં તેમણે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.