અંકલેશ્વર, તા.૧
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેના એસટી ડેપોનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ એસટી ડેપોમાં અન્ય જિલ્લાની એક્સપ્રેસ બસોનું સ્ટોપેજ આપવામાં આવ્યું હોવાથી ચોવીસ કલાક મુસાફરોની અવર-જવર રહે છે અને આ એસટી ડેપોનું નવીનીકરણ કરવા માટે રૂા.૨૧૭.૭૩ લાખના ખર્ચે કાયા પલટ કરવામાં આવી હતી, જેનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી એસટી ડેપોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડિયા, એસટી વિભાગના અધિકારીઓ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, ટીડીઓ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.