(એજન્સી) અંકારા, તા. ૮
તુર્કીના અંકારામાં આવેલા ઐતિહાસિક સિનેગોગમાં આશરે ૪૦ વર્ષ પછી તુર્કીમાં રહેતા યહૂદીઓ પોતાની યાદો તાજી કરવા માટે ભેગા થયા હતા તેમ અહેવાલમાં જણાવાયું હતું. તુર્કીના યહૂદીઓના મુખ્ય રબી ઇસાક હાલેવા ઉપરાંત યહૂદી સમાજના અન્ય કેટલાક સભ્યો પાટનગર અંકારામાં થયેલા આ આયોજનમાં સામેલ રહ્યા હતા. આ પ્રસંગે આપેલા ભાષણમાં હાલેવાએ કહ્યું કે, તુર્કીમાં તેમના સમાજ માટે મહત્વનું એ છે કે, સિનેગોગની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી છે. અહીં યહૂદીઓ તેમની સામાજિક અને ધાર્મિક જીવનશૈલી જાળવી રહ્યા છે તેવું ભારપૂર્વક કહેતાં હાલેવાએ જણાવ્યું કે, આ સિનેગોગનો ઉપયોગ લગ્ન પ્રસંગો તથા ધાર્મિક તહેવારોની ઉજવણી માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ કાર્યક્રમ દરમિયાન જાનેટ અને જેક એસીમ મ્યુઝિક ગ્રૂપે પરંપરાગત ગીતો વગાડ્યા હતા.