કાઠમંડુ,તા.૨
નેપાળ વુમન્સ ક્રિકેટ ટીમની અંજલી ચંદે ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે માલદીવ સામેની મેચમાં એકપણ રન આપ્યા વિના ૬ વિકેટ ઝડપી હતી. તેણે ૧૩ બોલમાં હેટ્રિક સહિત ૬ વિકેટ લીધી હતી અને તેમાં ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક સહિત બધા બેટ્સમેન શૂન્ય રને પેવેલિયન ભેગા થયા હતા. તેણે મલેશિયાની માસ એલિસાનો રેકોર્ડ તોડ્યો હતો. એલિસાએ જાન્યુઆરી ૨૦૧૯માં ચાઈના સામે ૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
મેન્સ ટી-૨૦ ક્રિકેટમાં બોલિંગ શ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ ભારતના દિપક ચહરના નામે છે. ચહરે ગયા મહિને બાંગ્લાદેશ સામે હેટ્રિક સહિત ૭ રન આપીને ૬ વિકેટ લીધી હતી. માલદીવની ટીમ ૧૦.૧ ઓવરમાં ૧૬ રનમાં ઓલઆઉટ થઇ હતી. નેપાળે ૫ બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
અંજલિ ચંદનું ટી-૨૦માં શ્રેષ્ઠ પ્રદર્શન, એકપણ રન આપ્યા વિના ૬ વિકેટ ઝડપી

Recent Comments