(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩૧
કોરોના વાયરસ ને કારણે લોકડાઉન ની પરિસ્થિતિ મા પોતાના કામ અર્થે ગયેલા અનેક લોકો પોતાના વતન થી દુર વાહનવ્યવહાર બંધ થતા મુશ્કેલી મા મુકાઈ ગયેલ છે આવોજ એક બનાવ ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાની હિંદુ સમાજ ની દીકરીઓ (૧) ગીતાબેન ચાવડા ઉવ.૨૨ (૨) કંચનબેન વીરાભાઇ ચાવડા ઉવ. ૨૦ (૩) પાયલબેન બાબુભાઇ ચાવડા ઉવ. ૨૦ (૪) કંચનબેન રામભાઇ ચાવડા ઉવ. ૩૪ (૫)પાયલબેન બાલુભાઈ વાઢેર ઉવ. ૨૧ આવ્યા હતા. પરંતુ અંજાર ખાતે આવેલી એક કંપની મા કામકરવા લોકડાઉન ની પરિસ્થિતિ મા ફસાઈ જતા પરત ફરવા પોતાના વતન કોડીનાર જવા મુશ્કેલી ઊભી થયેલ જે બાબત ની જાણ એ બહેનો એ પોતાના સંબંધી જે ગાધીધામ રેલવે પોલીસ મા ફરજ બજાવે છે તેઓને કરતા રેલવે પોલીસ ના અધીકારીઓ દ્વારા કચ્છ જીલ્લા ના કોગેસ ના મુસ્લિમ આગેવાન હાજી જુમા ભાઇ ને કરી હતી. અને આ તમામ દીકરીઓ ને વતન પહોંચાડવા કોઈ ગાડી વ્યવસ્થા કરવા કહ્યું હતું. જે બાબતે હાજી જુમા રાયમા અને સંજય ગાંધી દ્વારા ગાધીઘામ ના મામલતદાર નો સંપર્ક કરી લોકડાઉન આવશ્યક સેવા હેઠળ પરમીશન લઇ રાયમા એ પોતાના ખર્ચે બોલેરો ગાડી મોકલાવી તમામ લોકો ને તેમના વતન કોડીનાર પહોંચતા કરી માનવતા ની સાથે એક મુસ્લિમ ભાઈ તરીકે એ હિંદુ સમાજ ની દીકરીઓ સહીત ના તમામ બહેનો ને તેમના વતન પહોંચતા કરેલ માનવતાનું ઉદાહરણ પુરુ પાઠ્યું હતું. હમેશાં હિંદુ મુસ્લિમ ના નામે નફરત ફેલાવતા લોકો માટે હાજી જુમા રાયમા ની કામ બાબતે પ્રેરણા લેવા જેવી છે કે કપરા સમય મા એકબીજા ની મદદ કરવી એજ સાચી ઇન્સાનિયત છે. રસ્તા મા હોટેલો બંઘ હોવાથી તમામ લોકો ને રસ્તા મા જમવા માટે ફુડ પેકેટ ની વ્યવસ્થા ગાધીધામ મુસ્લિમ સમાજ ના પ્રમુખ શાહનવાઝ શેખ દ્વારા કરાઈ હતી. તેવું શાહનવાઝ શેખ એક યાદીમાં જણાવેલ છે.