અંજાર, તા.૭
કોમી એકતાના પ્રતીક સૌના દુઆગીર પીર સૈયદ હાજી મખ્દુમ અલી બાપુને પીર ગરીબુલ્લાહ સાંઈ અને પીર ઝાહીદશા ઈનાયતુલ્લાહ શાહ ટ્રસ્ટ તથા અંજાર મોહરમ તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે સર્વે કોમી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સચ્ચિદાનંદ મંદિર અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજ તથા રામસખી મંદિર અંજારના મહંત કિર્તીદાજી મહારાજ તેમજ સૈયદ મહેબૂબસા બાપુએ પીર સૈયદ હાજી મખદુમ અલી બાપુને કોમી એકતાના પ્રતીક ગણાવી અંજાર અને સમગ્ર કચ્છને તેમના અવસાનથી ન પૂરી શકાય તેવી ખોટ હોવાનું જણાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. રાજ્યકક્ષાનાં મંત્રી વાસણભાઈ આહિર બાપુના અવસાનથી સમગ્ર ગુજરાતએ કોમી એકતાનાં મસીહા ગુમાવ્યા હોવાની લાગણી વ્યક્ત કરી પીર સૈયદ સાદાત હાજી મખ્દુમ અલી બાપુ સાથેના સંસ્મરણો સદાય તેમની યાદ અપાવતી રહેશે એવું જણાવી ગુજરાત સરકાર વતી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ પલણ, કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઇ આહીર, હિંદુ મહાસભાના ગોવિંદભાઈ કોઠારી, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, અંજાર શહેર ભાજપના પ્રમુખ ડેની ભાઈ શાહ, અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રસમીન ભાઈ પંડયા, આચાર્ય શાસ્ત્રી લાલા મહારાજ, પૂર્વ નગરપતિ ધનજીભાઈ, સોરઠીયા મુસ્લિમ સમાજના આગેવાનો સૈયદ મોહમ્મદ ઉવૈશશા હૈદરશા, સૈયદ મોહસીનઅલી હૈદરશા, સૈયદ નશીબશા હબીબશા, સૈયદ અશરફશા હુસૈનશા, અનવર ભાઈ નોડે, ખોજા છોટુ શેઠ, સત્તારભાઈ ખત્રી, સંજયભાઈ દાવડા, દિગંત ભાઈ ધોળકિયા, મહેશભાઈ દોશી, હસમુખભાઈ કોડરાણી મહેન્દ્રભાઈ કોટક, ગોપાલભાઈ માતા, માદેવાભાઈ આહિર, શિક્ષણ સમિતિના ચેરમેન તેજસભાઈ મહેતા, બાલુભાઈ ઠક્કર, વિવિધ મંદિરોના પૂજારીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પીર સૈયદ હાજી મખદુમ અલી બાપુ ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.