વર્ષ ૧૯૯૭માં વિસ્ફોટક પદાર્થો સાથે એક આરોપીને પોલીસે મહેસાણાથી પકડી પાડ્યો હતો

છેલ્લા રપ વર્ષથી વોન્ટેડ આરોપી  નામ બદલીને જમશેદપુરમાં  રહેતો હતો

અમદાવાદ, તા.ર૭
વર્ષ ૧૯૯૭માં મહારાષ્ટ્રમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના આશયે પાકિસ્તાનથી મોકલાયેલા વિસ્ફોટક પદાર્થના કેસમાં સંડોવાયેલા અને દાઉદ ઈબ્રાહિમના સાગરિત એવા રપ વર્ષથી વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસએ ઝારખંડથી પકડી પાડ્યો હતો. આરોપી નામ બદલીને ઝારખંડમાં રહેતો હતો.
વિગતવાર વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ ૧૯૯૭ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અને ૨પ વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત છ્‌જીની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે. ડિસેમ્બર ૧૯૯૬ ત્રણ આરોપીઓ આ વિસ્ફોટક સાથે મહેસાણાથી પકડાયા ત્યારે તે બેંગકોક ત્યાંથી પટનાથી ખોટા પાસપોર્ટ પર મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ ૨૦૧૯માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો.
ગુજરાત છ્‌જીના ડ્ઢઅજીઁ કે.કે.પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, છ્‌જીની ટીમને બાતમી મળી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ ૧૯૯૭ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા અબ્દુલ મજીદ કુટ્ટી હાલમાં ઝારખંડ ખાતે આવેલા જમશેદપુરમાં રહે છે જેના આધારે ટીમે તેના ઘરની બહારથી જ ઝડપી લીધો હતો, જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે આ કેસમાં સંડોવાયેલો છે અને છોટા શકીલ, અબુ સાલેમ સહિત અનેક ગેંગસ્ટરો સાથે કામ કરતો હતો. વર્ષ ૧૯૯૬ અબુ સાલેમ સાથે દુબઈ હતો ત્યારે આ વિસ્ફોટક પદાર્થ અને હથિયાર ઘૂસાડ્યા હતા.
ગુજરાતમાં મહેસાણામાં કેસમાં પકડાયેલા મોહમદ ફઝલ, કુરેશી શકીલ, કુરેશી અનવર નામના આરોપીઓની ધરપકડ કર્યા બાદ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાવતરૂં ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેંગકોક જતો રહ્યો હતો, ૧૯૯૯ સુધી ત્યાં રહી પરચૂરણ કામ કરતો હતો. પોરબંદરના મમુમિયા સાથે ઓળખાણ થયા બાદમાં સ્મગલિંગનો ધંધો શરૂ કર્યો હતો. જમશેદપુરના રહેવાસી મહંમદ ઈનામઅલી સાથે ઓળખ થઈ હતી. જેને પટનાથી મહંમદ કમાલ નામે અબ્દુલ મજીદ કુટ્ટીનો ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાંથી દુબઈથી મલેશિયા જઈ કાપડનો વેપાર કરતો હતો. વર્ષ ૨૦૧૯માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો. ઉપરાંત સમગ્ર ગુનામાં ૩ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા અને રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો છે.