(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.ર૯
કોડીનાર તાલુકાના વડનગર ગામે છેલ્લા ૩પ વર્ષથી કાર્યરત અંબુજા સિમેન્ટ કંપનીનું મેનેજમેન્ટ હોલ્સીમ કંપની સંભાળે છે. સરકારની ગાઈડલાઈન મુજબ સીમેન્ટ કંપનીએ સ્થાનિક લોકોની સુખાકારી માટે તેમજ સ્થાનિક બેરોજગાર યુવાનોને લાયકાતના ધોરણે રોજગારીની તક આપવાની થાય છે અને જ ેતે વખતે કંપની દ્વારા વડનગર ગ્રામપંચાયતને બાંહેધરી પણ આપવામાં આવી છે. તાજેતરમાં સીમેન્ટ પ્લાનના પેકિંગ વિભાગમાં ૬૦થી ૭૦ જેટલા મજદૂરોને બહારના પેકિંગ વિભાગમાંથી બોલાવવામાં આવ્યા હોવાનું સ્થાનિક યુવાનોને માલૂમ પડતા ગ્રામ પંચાયત દ્વારા ગત તા.૧૦ સપ્ટેમ્બરના રોજ કંપની મેનેજમેન્ટને પત્ર પાઠવવામાં આવ્યો હતો આમ છતાં સિમેન્ટ કંપનીના ભિંજાર મેનેજમેન્ટ દ્વારા યોગ્ય પ્રત્યત્તુર પાઠવવામાં નહી આવતા વડનગર ગામના બેરોજગાર શિક્ષીત યુવાનોએ ફરીથી રર સપ્ટેમ્બરે પત્ર લખી યોગ્ય પત્યત્તુર નહી મળે તો તા.ર૮ સપ્ટેમ્બરથી પાંચ યુવાનો દ્વારા આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની જાહેરત કરી હતી. જે મુજબ વડનગરના રવિ બાબુભાઈ ગાધે, સુનિલ પરબતભાઈ ગાધે, રમેશભાઈ ઉકાભાઈ વંશ સહિત પાંચ યુવાનોએ સિમેન્ટ ફેક્ટરીના મેઈન ગેટ સામે આમરણાંત ઉપવાસ ચાલુ કર્યા છે.