કોડીનાર, તા.રર
તાજેતરમાં ઉના તાલુકાના શીલલૉજ ગામ પાસે ટ્રકે બાળકીને હડફેટે લેતા બંને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ઇમરજન્સી ૧૦૮ મારફતે ઉના હોસ્પિટલે ખસેડેલ છે. શીલોજ ગામે રહેતી નમ્રતા બાલુભાઈ ડાભી ઉંમર વર્ષ પાંચની બાળકી રસ્તો ઓળંગવા જતી હતી ત્યારે કોડીનારથી ઉના તરફ આવતો પૂરઝડપે સિમેન્ટ ભરેલા ટ્રક નંબર જીજે૩૨ટી ૫૫૪૪ના ચાલકે આ બાળકીને હડફેટે લેતા તેના પગના ભાગે વ્હીલ ફરી જતા બન્ને પગોમાં ગંભીર ઇજા થઈ હતી અને લોહીલુહાણ હાલતમાં તેમના માતાના ખોળામાં લઈને બેઠેલા ત્યાંથી કોડીનાર પીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારી દીપકભાઈ ગોહીલ ત્યાંથી પસાર થતાં હતા અને જેમણે આ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોતાં જ તેઓએ સામે પડેલ નારિયેળીના ઢગલામાંથી એક નારીયેલીનો પત્તાનો ઢગલો હતો તેમાંથી નારીયેળીનું એક, હોળકા ટાઈપનું પત્તુ કાઢી અને તેમનો પગ હતો જે લોહીલુહાણ હાલતમાં તેને એમાં રાખી અને પોતાના રૂમાલ વડે તેમજ ચુંદડી વડે એ પગના જે ભાંગી ગયેલો પગ તેમને પાટો બાંધી અને બીજા ભાગમાં જે પગના તળિયાના ભાગે ઇજા થયેલ હતી તેને રૂમાલ વડે બાંધી અને વહેતુ લોહી બંધ કરેલ અને પ્રાથમિક સારવાર આપી દીધેલ અને બીજા પગમાંથી જે પગના તળિયાનો ચામડું નીકળી ગયેલ તે પોતાના ખિસ્સામાંથી મોબાઇલના પ્લાસ્ટિક કવર કાઢી અને એની અંદર એ ચામડીનો ટુકડો અંદર રાખી અને ૧૦૮ને બોલાવી હતી. ૧૦૮માં બાળકીને મોટરસાયકલ લઈ જતા તેમને રોકી અને ૧૦૮ દ્વારા ઉનાની ખાનગી હોસ્પિટલ પહોંચાડી જેને કારણે તેમને ખૂબ લોહી વહી ગયેલ તેને પ્રાથમિક સારવાર મળતા લોહી બંધ થઈ ગયેલ અને એક માનવ સેવાનું ઉમદા ઉદાહરણ દીપકભાઈ ગોહીલ એ પૂરૂં પાડેલ છે. દીપકભાઈ ગોહીલે અગાઉ પણ ઘણા લોકોની માનવ જિંદગી બચાવી છે. પોતાના જાનના જોખમે અને જ્યારે જ્યારે કોઈ પણ અકસ્માત થાય ત્યારે દીપકભાઈ ગોહીલ અનાયાસે હાજર હોય છે અને તે માનવ સેવા કરવાનું ક્યારેય ચૂકતા નથી પોતાનું ગમે તેવું કામ હોય તે મૂકીને પણ તેઓ પહેલા માનવ સેવા કરી અને દર્દીને હોસ્પિટલાઈઝ કરવા માટે તેઓ હંમેશા અગ્રેસર રહેતા હોય છે.