(એજન્સી) તા.ર૧
ટાઈમ્સે ગઈકાલે અહેવાલ આપ્યો કે જોખમમાં મૂકાયેલા લુપ્ત થવાની આરેના ફાલ્કન્સનો એક સમૂહ પાકિસ્તાનમાં તસ્કરો પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. અંદાજે ૧૦ લાખ ડોલરની કિંમતનું માનવામાં આવતા ૭પ પક્ષીઓના સમૂહને કરાચીના દક્ષિણ બંદર પર દરોડા દરમ્યાન બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે આ કામગીરી સશસ્ત્ર સંગઠન સામે એક અભૂતપૂર્વ આક્રમણ હતું. કબજામાંથી છોડાવી લેવાયેલા પક્ષીઓમાં ૭૪ શાહીન ફાલ્કન્સ અને હાઉબરા બસ્ટર્ડ અને એક પ્રાણી હતું જેને અરબ શાહી પરિવાર દ્વારા એફ્રોડિઝિયેક તરીકે મૂલ્ય આપવામાં આવ્યું હતું. ફાલ્કનરી વેપાર એ પ્રદેશમાં લોકપ્રિય છે અને શિકાર પક્ષીઓના ઘણા અખાત રાજ્યોના સાંસ્કૃતિક રણ વારસાના મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે પ્રિય છે. ગયા અઠવાડિયે જ સઉદી અરેબિયામાં એક યુવા શાહીન ફાલ્કન વિક્રમજનક કિંમત ૧,૭૩,૦૦૦ ડોલરમાં વેચાયું હતું. સઉદી ફાલ્કન્સ કલબ દ્વારા ચલાવવામાં આવતી હરાજી દરમ્યાન આ વેચાણ થયું હતું. જે આ પ્રકારના પક્ષીનું વૈશ્વિક સ્તરે અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી હતી. ઉત્તરપૂર્વી સઉદી અરેબિયાના હેફર અલ-બટિનના જંગલમાંથી પકડાયેલા ફાલ્કનની કિંમત તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને અછતના કારણે વધી ગઈ હતી. તેમ રોઈટર્સે કલબ વતી જણાવ્યું હતું. ફાલ્કનની હરાજી અને હરીફાઈઓ અખાત રાજ્યમાં વારંવાર યોજાય છે. ખાસ કરીને કતાર અને યુએઈમાં હરાજીમાં સ્પર્ધામાં વિજેતા પક્ષીઓની કિંમત ર,પ૦,૦૦૦ ડોલર જેટલી હોઈ શકે છે. અખાતના ધનિક રહેવાસીઓ વારંવાર પાકિસ્તાન, મોરોક્કો અને મધ્ય એશિયન ક્ષેત્રમાં કિંમતી પક્ષીઓનો શિકાર કરવા પ્રવાસે જાય છે. સંરક્ષણવાદીઓ તરફથી ભારે આલોચના કરાયા હોવા છતાં પણ પાકિસ્તાન બલુચિસ્તાનના ફાલ્કનોના શિકાર કરવાની મંજૂરી ધનિક મુલાકાતીઓને આપે છે. ફાલ્કનોનું આંતરરાષ્ટ્રીય સ્તરે લુપ્ત થવાની આરે હોવાના પક્ષીઓની શ્રેણીમાં સમાવેશ થાય છે.