(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાંની સમિતિ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા પહેલા રોડ રસ્તા ગટરો અને નાળાની સાફ સફાઈ અને સમારકામની કામગીરી થતી હોય છે અને આ પ્રિ-મોનસૂન કામગીરીના નામે સરકાર તરફથી લાખો રૂપિયા બજેટમાંથી ફાળવવામાં આવે છે. પરંતુ હલકી ગુણવત્તાવાળું મટેરિયો વાપરી ભ્રષ્ટાચાર કરાય છે જે ગંભીર બાબતે ધ્યાન આપી કડક પગલાં ભરવા જણાવ્યું હતું.
ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભૂવા તેમજ ખાડા પડી ગયા છે જે મોટાભાગના શહેરોમાં અને શહેરોને જોડતા હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે જેને લીધે અનેક વાહનોના ગંભીર અકસ્માત થાય છે અને જાનહાનિના બનાવો બને છે.
હાલમાં જ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સમગ્ર ગુજરાતના રોડ રસ્તા તાત્કાલિક ધોરણે રીપેર કરવા સૂચનાં આપેલ છે જેથી તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સહિત એક આવેદન પત્ર જિલ્લા કલેક્ટર એમ.ડી. મોડીયાને પાઠવવામાં આવ્યો છે. આ પ્રસંગે અખિલ ભારતીય માનવધિકાર નિગરાંની સમિતિ ભરૂચ જિલ્લા પ્રમુખ કાલુ ચૌહાણ, ઉપાધ્યક્ષ ચેતન ભાઈ પટેલ, સચિવ કાંતિભાઈ પરમાર, સચિવ ભરત ભાઈ ગોહિલ, જંબુસર ક્ષેત્રનાં પ્રમુખ અશોક જાંબુ હાજર રહ્યા હતા.