(એજન્સી) તા.ર૪
આયશાની વાર્તા ખુબ જ પ્રેમાળ છે. દરેક દીકરીએ તેની પાસેથી કંઈક શીખવું જોઈએ. આયશા ફરહીન એક અસામાન્ય પ્રતિભાવાળી એક સામાન્ય યુવતી છે. એક શુદ્ધ દેશી કુટુંબની યુવતી આયશાએ ઉતરાખંડ ન્યાયિક સેવા સિવિલ જજના વર્તમાન પરિણામમાં ગામની યુવતીનો અસલી જુસ્સો બતાવ્યો. રર ડિસેમ્બરે જાહેર પરિણામમાં ૯મો રેન્ક મેળવનારી આયશા ગામની પ્રથમ જજ બની ગઈ છે. રૂડકીથી પાંચ કિ.મી. દુર શાહપુર નામના આ ગામમાં આયશાનું ઘર છે. તેના પિતાએ માત્ર પાંચમાં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. માં કયારેય સ્કૂલ નથી ગઈ. ગામમાં પાંચમા ધોરણથી આગળ સ્કૂલ નથી. કુટુંબમાં આઠ વકીલ છે. પરંતુ વકીલાત ભણનારી આયશા પ્રથમ યુવતી છે. આયશાના પિતા શરાફત અલી જણાવે છે કે, દીકરીએ અદભૂત કરી દીધુ છે. હું પાંચમા સુધી જ ભણેલો છું બસ આ નક્કી કર્યું કે તેને ભણવા દઈશ. આગળ વધવા દઈશ. ગામમાં અંગ્રેજી સ્કૂલ જ નથી. આગળ ભણવા નજીકના ગામમાં મોકલી, તેને વધુ ભણવા રૂડકી મોકલી અને આગળ ભણવા અલાહબાદ મોકલી અને પછી અલીગઢ યુનિવર્સિટીનો માર્ગ તેણે પોતે બનાવ્યો. મારા અલ્લાહે મારી પર રહેમત કરી છે. કાલ સુધી દીકરીને ભણાવવા પર મોઢું બનાવનારાઓના મોઢા પર આજે અલ્લાએ તાળું લગાવી દીધું છે. ગામમાં સૌથી વધુ ભણેલી આયશા જ છે. તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી એલએલએમ કર્યું છે. આયશાએ માત્ર ૬ મહિનાની તૈયારીમાં ઉતરાખંડની ન્યાયીક સેવામાં સિવિલ જજની પરીક્ષા પાસ કરી છે. તેણે ઘરનું કામ પણ કર્યું રોટલી બનાવી, સફાઈ કરી, પોતુ લગાવ્યું છે, કપડા ધોયા અને માની સાથે ઘઉં પણ સાફ કરાવ્યા છે. આયશા જણાવે છે કે ઘરનું બધુ કામ મમ્મી કરતા તો તેમને એકલા કેવી રીતે છોડી દેતી. તેમને બધુ કામ કર્યું ગર્વથી કહું છું ખેડૂતની દીકરી છું, ઘઉં સાફ કરતી હતી. બસ જયારે પણ ભણવા બેસતી ધ્યાનથી અને દિલથી ભણતી હતી. આયશાની મમ્મી પરવીન જણાવે છે કે, તેમના ગામમાં યુવતીઓ કંઈ વિચારતી જ ન હતી, જેમ કે ડોકટર કે માસ્ટર કાંઈ બનવું છે. ગામ ખુબ જ પછાત છે, ત્યાં હવે અવાજ છે કે પરવીનની છોકરી જજ બની ગઈ છે. અમે પણ કયારેય વિચાર્યું ન હતું. આયશાનો એક ભાઈ મોહમ્મદ અહેમદ વિદેશમાં છે. એમબીબીએસ કરી રહ્યો છે અને બીજો ભાઈ અફઝલ અલીગઢમાં એન્જિનિયરીંગ કરી રહ્યો છે. એક બેન છે જે દેહરાદુનમાં મેડિકલની સ્ટુડન્ટ છે. એક કયારેય સ્કૂલ ના જનારી માં એ આ કમાલ કરી બતાવી. ઉતરાખંડ ન્યાયીક સેવામાં આ વખત આવેલા પરિણામમાં કુલ ૧૭ નવા સિવિલ જજ બન્યા છે. તેમાંથી ૪ મુસ્લિમ છે અને તેમાંથી પણ ૩ યુવતીઓ છે. આશ્ચર્યજનક રીતે ૧૧ બેઠક બેકલોગમાં જતી રહી છે. હાઈકોર્ટમાં તૈનાત સિનિયર જજ મોહમ્મદ યુસુફ જણાવે છે કે રાજયમાં ન્યાયીક પ્રક્રિયામાં યોગ્યતાને મહત્વ આપવામાં આવે છે. જો મેરીટ પર ખરા નથી ઉતરી શકતા તો નિમણૂક આપવામાં આવતી નથી. ૯મો રેન્ક મેળવનારી આયશાની સફળતા એટલા માટે પણ અતિવિશિષ્ટની શ્રેણીમાં આવે છે. જેમ કે તેમણે માત્ર ૬ મહિનાની તૈયારીમાં આ સફળતા મેળવી લીધી. આ તેમનો પ્રથમ પ્રયાસ હતો. તે ગામડાની છે અને સતત પોતાની મોનું ઘરનું કામ પણ કરાવતી હતી. આયશા હસીને જણાવે છે કે મને તો આ બધી દુવાઓની અસર લાગે છે. પરંતુ હું આ ચોક્કસ કહી શકુ છું કે હું ઓરિજનલ છું મારામાં કોઈ દેખાવો નથી. હું સ્પષ્ટ છું, તમે કહી શકો છો હું ગંભીર છું. લોકોએ મારા બહાર ભણવા જવા અંગે ટિપ્પણી કરી છે. હક અને હલાલ મારા લોહીમાં છે. મેં બધુ સહન કર્યું અલ્લાહએ મારી સાથે ન્યાય કર્યો છે. હવે હું ખુબ જ પ્રોફેશનલ રીતે કાયદાના પુસ્તક સાથે પોતાનું કામ કરીશ. આ પહેલા હું કોઈને મળી ન હતી. મારા જીવનમાં માત્ર બે જ વસ્તુ મહત્વની હતી. મારા પુસ્તકો અને મારો પરિવાર. મને લાગે છે કે આપણે યુવતીઓને ભણવાની તક આપવી જોઈએ. કોઈની પાસે પણ નિષ્ફળતાનું કોઈ બહાનું નથી હોતું.