પીડિતાની સળગતી ચિતાની આસપાસ પોલીસકર્મીઓને દર્શાવતા વિડિયો ફૂટેજ સ્પષ્ટપણે પુરવાર કરે છે કે પીડિતાના પરિવારજનોને
અંતિમ સંસ્કારથી દૂર રાખવામાં આવ્યાં હતા

ઉ.પ્ર.ની યોગી આદિત્યનાથ સરકારે પીડિતાના પરિવારજનોની સંમતિથી અને વધુ હિંસા ન ભડકે એ માટે રાત્રે અગ્નિસંસ્કાર કર્યા હતાં એવું ખોટું એફિડેવિટ સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરેલ
છે : હાથરસ પીડિતાના પિતાની સ્પષ્ટ વાત

હાથરસમાં એક માત્ર ચિતા સળગી રહી હતી ત્યારે તેની આસપાસ આટલા બધા પોલીસકર્મીઓ શા માટે હતાં ? પીડિતાના પરિવારજનો તેના ઘરેથી મૃતદેહને લઇ જતી એમ્બ્યુલન્સને કેમ અટકાવી રહ્યાં હતાં. આ બધા દૃશ્યો બહાદૂર ટીવી પત્રકારોએ તેમના કેમેરામાં કેદ કર્યા હતા.
હાથરસ ગેંગરેપ પીડિતાના રાત્રે અઢી વાગ્યે અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતાં અને પરિવારજનોને તેમની દીકરીના અંતિમસંસ્કાર કરવામાંથી દૂર રાખવામાં આવ્યાં હતાં તેમ છતાં ઉ.પ્ર. સરકારે પ્રત્યેક સમાચાર ચેનલ પર વિનામૂલ્યે ઉપલબ્ધ હોવા છતાં આ વીડિયો ફૂટેજની નોંધ લેવાનું બાકી છે અને પીડિતાના પરિવારજનો દ્વારા આક્ષેપ કર્યા મુજબ હાથરસ ખાતે પોલીસ અત્યાચારોમાં તપાસ કરવાનો આદેશ કર્યો નથી.
ટેલિગ્રાફના અહેવાલ અનુસાર એક સમાચાર ચેનલે તો એવા ફૂટેજ પ્રસારીત કર્યા છે જેમાં સાદા વેશમાં કેટલાક લોકો સફેદ કફનમાં પીડિતાના મૃતદેહને લપેટી રહ્યાં છે અને તેના પર એક કેનમાંથી કઇક રેડી રહ્યાં છે અને પછી તેને આગ ચાંપી રહ્યાં છે. પીડિતાના પિતાએ તો એવું પણ જણાવ્યું છે કે ફૂટેજમાં દર્શાવેલ તમામ વ્યક્તિઓ સ્થાનિક પોલીસકર્મીઓ જ હતી તેમ છતાં ઉ.પ્ર.પોલીસે હાથરસ પીડિતાના મૃતદેહના બળજબરીપૂર્વક અગ્નિસંસ્કાર કર્યાનો ઇન્કાર કરે છે અને રાજ્ય સરકાર તેમની આ વાત માની પણ લે છે. સ્ટેટ એડીજીપી પ્રવિણકુમારે જણાવ્યું હતું કે તેઓ વીડિયોમાં કોણ છે તેને ઓળખતા ન હતાં. તેમણે હાથરસ પીડિતાના પરિવાર પર તેમના નિવેદનો વારંવાર બદલતા હોવાનો આક્ષેપ કરે છે. પોલીસે જણાવ્યું હતું કે જે કઇ કરવામાં આવ્યું હતું તે પરિવારની સંમતિથી કરવામાં આવ્યું હતું. પ્રવીણકુમાર તો એટલે સુધી કહે છે કે પીડિતાના તમામ પરિવારજનો હાજર હતાં અને તમામ વિધિ કરવામાં આવી હતી. ટેલિગ્રાફ દ્વારા ક્લિપ એકત્ર કરનાર પત્રકાર નરેન્દ્ર પ્રતાપને ટાંકવામાં આવ્યાં છે અને તેમણે જણાવ્યું હતું કે હું મારા અહેવાલને વળગી રહુ છુ. પીડિતાના અગ્નિસંસ્કાર પોલીસો દ્વારા કરવામાં આવ્યાં હતાં એ વાત સાચી છે. સમાચાર અહેવાલમાં જણાવાયું છે તેમ આ ફૂટેજની પ્રમાણભૂતતા અને મૃતદેહની ઓળખને પ્રમાણિત અને પ્રસ્થાપિત કરવાનો મામલો છે.અને આ ફૂટેજ પીડિતાના અંતિમ સંસ્કારમાં તેના જ પરિવારજનોને દૂર રાખવામાં આવ્યાં હતાં એ વાતનો સૌથી મોટો પુરાવો છે.
સૌથી વેધક પ્રશ્ન તો એ છે કે હાથરસ ગેંગરેપની પિડીતાની ચિત્તાને ઉ.પ્ર. પોલીસકર્મીઓને અગ્નિદાહ આપવાની શા માટે જરુર પડી ? પોલીસકર્મીઓએ શા માટે અગ્નિસંસ્કાર કર્યા ? શું આ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં કે તેની પાછળ જરુરી અને મહત્વપૂર્ણ પુરાવાનો નાશ કરાવમાં આવ્યો હતો ? પીડિતાની સળગતી ચિત્તાની આસપાસ પોલીસકર્મીઓને દેખાડતા વીડિયો ફૂટેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે પીડિતાના નિકટના પરિવારજનો અને સગાસંબંધીઓને તેના અંતિમસંસ્કાર વખતે દૂર રાખવામાં આવ્યાં હતાં.
આ બધા આક્ષેપો બહુ લાંબા સમય પહેલા પરિવારજનોએ કર્યા છે અને તેમણે તેમનું વલણ બદલ્યું નથી આ અક્ષેપોને ગામના દલિત સમુદાય અને અન્ય લોકોએ પણ સમર્થન આપ્યું છે કે જેમણે છેલ્લા બે સપ્તાહમાં શોકગ્રસ્ત પરિવારની મુલાકાત લેનારા રાજકીય નેતાઓ અને પત્રકારો સાથે વાતચીત કરી હતી. આમ ઉતાવળે ગુપચૂપ રીતે પોલીસ દ્વારા જ કરી નાખવામાં આવેલ અંતિમસંસ્કારના આક્ષેપો અને પરિવારજનો પર પોલીસના અત્યાચારોના અહેવાલોથી હજુ પણ ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન દ્રવીત થયાં નથી. મુખ્ય પ્રધાને હજુ પીડિતાના પરિવારની મુલાકાત લીધી નથી કે તેમની સાથે મુલાકાત કરવા માટે તેમને પોતાના કાર્યાલયમાં બોલાવ્યાં નથી કે તેમની ફરિયાદો વ્યક્તિગત રીતે સાંભળી નથી. ઉ.પ્ર.ના ગૃહ વિભાગે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ સપ્તાહના આરંભે રજૂ કરેલા એફિડેવીટમાં પણ ગોળ ગોળ અને અસ્પષ્ટ વાતો કરી છે અને તેમનો માત્ર પરિવારજનો તરીકે ઉલ્લેખ કર્યો છે જેમાં સંબંધોનો સહેજ પણ ઉલ્લેખ કર્યો નથી.
અસાધારણ સંજોગો અને ગેરકાયદે ઘટનાક્રમને કારણે જિલ્લા પ્રશાસનને પરિવારજનોની હાજરીમાં જ રાત્રે પીડિતાના અંતિમસંસ્કાર કરવાનું અસાધારણ પગલુ ભરવું પડ્યું હતું અને વધું હિંસા ભડકી ન ઊઠે તે માટે પિડીતાના પરિવારજનો પણ આ માટે સંમત થયાં હતાં એવું ઉ.પ્ર.સરકારની એફિડેવીટમાં જણાવ્યું છે. પરંતુ વીડિયો ફૂટેજ સુપ્રીમ કોર્ટમાં યોગી આદિત્યનાથ સરકારે દાખલ કરેલ એફિડેવીટ સંપૂર્ણપણે ખોટી પુરવાર કરે છે એવું પીડિતાના પિતાએ જણાવ્યું હતું. સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જૂઠાણા ચલાવ્યાં છે.
( સબરંગ ઇન્ડિયા.ઇન)