નવી દિલ્હી,તા.૩૦
એક તરફ ડેબ્યુ કરતાં જ ધોનીનું કરિયર ઉપર ઉઠતું ગયું. તો આરપીની કરિયરમાં ઉતાર-ચઢાવ આવવા લાગ્યા. આમ છતાં ધોની સાથેની તેની દોસ્તીમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહોતો આવ્યો અને બંન્ને સારા મિત્રો રહ્યા. વધુમાં આરપીએ કહ્યું કે, અમે બંન્નેએ ઘણો સમય સાથે પસાર કર્યો છે. ધોની ટીમનો કેપ્ટન બની ગયો અને તેનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને મારો નીચે. આમ છતાં અમારી દોસ્તીમાં કોઈ પણ પ્રકારનો ફર્ક નથી પડ્યો. પોતાના કરિયર વિશે વાત કરતા આરપી સિંહે એક કિસ્સો કહ્યો હતો, મેં ધોનીને પૂછ્યું હતું કે એક સારો ક્રિકેટર બનવા માટે શું કરૂં. ધોનીએ આ વિશે કોઈ જવાબ ન આપ્યો.
પછી તેણે કહ્યું કે, હું ખૂબ મહેનત કરી રહ્યો છું પણ સંભવ છે મારું ભાગ્ય મારો સાથ ન આપી રહ્યું હોય. અચાનક આરપીનું કરિયર ખત્મ થઈ જવા વિશે જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું એ સમયે ટોચ પર હતો. પણ હું ટેસ્ટ કે વનડેમાં પણ મારી જગ્યા બચાવી ન શક્યો. હું આઈપીએલ રમ્યો. ત્રણ ચાર સિઝન સુધી સૌથી વધુ વિકેટ પ્રાપ્ત કરી. પણ હું વધારે મેચ ન રમી શક્યો કારણ કે કેપ્ટનને મારા પર ભરોસો નહોતો. જ્યારે મે પસંદગીકારોને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજે તું મહેનત કર, તારો સમય જરૂર આવશે. જણાવી દઈએ કે આરપી સિંહે ૩૨ વર્ષની વયે બે વર્ષ પહેલાં જ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે.