ગાંધીનગર, તા.ર૪
કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં અછતની પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાતની ભાજપ સરકારને કેન્દ્ર સરકારે ફૂટી કોડી પણ આપી નહીં. જો કે, ગુજરાત સરકારે રૂા.૩૩૭૦ કરોડની માગણી કરી હતી. પરંતુ નિયમો બતાવીને કેન્દ્રએ ગુજરાતને અછતની પસ્થિતિને પહોંચી વળવા કોઈ આર્થિક સહાય કરી નહીં. ત્યારે ગુજરાતને કેન્દ્રનો અન્યાય થયો હોવાનું ફલિત થાયછે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછાયો હતો કે તા.૩૧ મે ર૦૧૯ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અછતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેટલી રકમની માગણી કરી હતી તેના અંતર્ગત કેન્દ્ર સરકારે છેલ્લા એક વર્ષમાં કયારે, કેટલી રકમ ફાળવવામાં આવી ? તેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડ્રાઉટ મેમોરેન્ડમ અંતર્ગત એનડીઆરએફમાંથી તા.૩-૧૧-૧૮ના પત્રથી રૂા.૧૭રપ કરોડ અને તા.૮-૧-ર૦૧૯ના વધારાના મેમોરેન્ડમથી વધુ રૂા.૧૬૪પ કરોડની માગણી કરવામાં આવી હતી. તેની સામે વર્ષ ર૦૧૮-૧૯માં કેન્દ્ર સરકારની એનડીઆરએફની હાઈલેવલ કમિટીની તા.ર૯-૧-ર૦૧૯ની બેઠકમાં રૂા.૧ર૭ કરોડની સહાય કેટલીક શરતોને આધિન મંજૂર કરવામાં આવી હતી. ત્યારે આ શરતોમાં તા.ર૦-ર-ર૦૧૯ના પત્રથી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને પત્ર લખીને અછતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈ રકમ ફાળવવામાં આવશે નહીં. એટલે કેન્દ્ર સરકારે ગુજરાતને અછતમાં પહોંચી વળવા કાંણી પાઈ પણ ફાળવી નહીં.