(એજન્સી) તા.ર૬
જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચે શુક્રવારે મુકેશ અંબાણીની માલિકીની ન્યૂઝ ૧૮ના એન્કર અમિષ દેવગન વિરૂદ્ધ ચાલી રહેલી તપાસ પર સ્ટે મૂકયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ૮ જુલાઈના રોજ થનારી આગામી સુનાવણી પહેલાં અમિષ દેવગન વિરૂદ્ધ કોઈ સખ્ત કાર્યવાહી ન કરવામાં આવે. નોંધનીય છે કે, એક ટીવી શો દરમિયાન સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી (રહે.) અંગે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દેવગન વિરૂદ્ધ સંખ્યાબંધ એફઆઈઆર દાખલ થઈ હતી. દેવગન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું હતું કે, તેમના અસીલે ‘જીભ લપસી જવા’ બદલ માફી માંગી છે. એક ન્યૂઝ વેબસાઈટ મુજબ લથુરાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, લોકોથી ભૂલ થાય છે. તેમણે આ ભૂલ બદલ માફી માંગી છે. ફરિયાદી પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન મર્ચન્ટે કહ્યું હતું કે, દેવગને એકવાર નહીં પરંતુ ત્રણવાર અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમિષ દેવગનના આ ટીવી શોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બનતા પ્રચંડ જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ તેની ધરપકડની માગણી કરતાં ટ્‌વીટર પર ઈંછિિીજં છદ્બૈજર ડ્ઢીદૃખ્તટ્ઠહ ટ્રેન્ડ થયું હતું.