(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૬,
પિતાના અવસાન બાદ માનસીક સમતુલન ઘુમાવી ચુકેલી ૨૫ વર્ષની યુવતીને કેટલાક અજાણ્યા શખ્સોએ તેણીનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી દેતા તેણીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. કુંવારી યુવતીએ ગર્ભ ધારણ કરતા હોસ્પીટલમાં તબીબ દ્વારા પોલીસે કેસ નોંધાવવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતોનુસાર દાહોદ જીલ્લાના ઝાલોદના કુટણખેડા ગામે પિતાના અવસાન બાદ યુવતીએ માનસીક સમતુલન ગુમાવી દીધું હતું. તે બાદ આ યુવતી ગામમાં એકલી અટુલી ફર્યા કરતી હતી. જેનો લાભ ઉઠાવી કેટલાક અજાણ્યા શખ્સોએ યુવતીનું શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી હતી. જો કે યુવતીને છેલ્લા નવ માસથી માસીક સ્ત્રાવ બંધ થઇ જતા પરિવારજનોને આ બાબતની જાણ થતા તેણીને તપાસ માટે દાહોદની સ્થાનિક ઝડયસ હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. ફરજ પરના તબીબોને આ કેસ શંકાસ્પદ લાગતા યુવતીને વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પીટલમાં રીફર કરવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબોએ યુવતીની સારવાર હાથ ધરતા તેણીને પેટમાં ૩૫ અઠવાડીયાનો ગર્ભ હોવાનું નિદાન આવ્યું હતું. તબીબની પુછપરછમાં યુવતી દર્દી કુવારી તેમજ માનસીક અસ્વસ્થ હોવાથી તબીબે એમએઓ દ્વારા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ઇપીઅઆર નોંધી લીમખેડા પોલીસને આ બનાવ અંગેની જાણ કરી હતી.