(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
અઝહરૂદ્દીન ઉર્ફે અજ્જુ કાણીયાની ગત તા. ૧૧ ઓકટોબરના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા સેન્ટ્રલ જેલમાં કોઇની હત્યા કરાઇ હોવાની આ પ્રથમ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. અજ્જુ કાણીયા હત્યા પ્રકરણમાં ફરિયાદી બનેલા મોહસીનખાન શરીકખાન પઠાણે આ સમગ્ર ઘટના પ્રી-પ્લાન્ડ હોવાનો આક્ષેપ કર્યો છે.
ખંડણી સહિત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અજ્જુ કાણીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપક૫ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ વાસ ભોગવી રહેલા અજ્જુ કાણીયા અને સુનિલ ઉક સાહિલ પરમાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકુટ ચાલી રહો હતી. સુનિંલને અમદાવાદનો માથાભારે શીવા ઉક મહાલીંગમ જેલમાં સહારો આપતો હતો. જેમાં અમદાવાદનો કિરણ ઉક બોડિયો સોલંકી, સાહિલ અને શીવાની ટોળકી બની હતી. ઉલ્લેખનીય છે કે, અજજુ કાણીયા અને સુનિંલ ઉર્કે સાહિલ વચ્ચે ગત તા. ૧૪ ઓકટોબરના રોજ પણ માથા કુટ થઇ હતી. જેથી સાહિલે ધારદાર પતરાની પટ્ટી વડે અજ્જુ ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાને નજરે જોનાર ભ૩ચ ડબલ મડર કેસના આરોપી મોહસીનખાન પઠાણ કરીયાદી બન્યો હતો. મોહસીને આ મામલે સુનિંલ ઉક સાહિલ પરમાર, કિરમ ઉકૅ બોડિયો સોલંકી અને શીવ ઉર્ફે મહાલીંગમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ત્રણેય આરોપીઓનો જેલમાંથી ટ્રાન્સકર વોરન્ટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાના ખેલાયેલા ખૂની ખેલ મામલે મોહસીન સહિત અન્ય સાક્ષીઓને આજે કોર્ટમાં લવાયા હતા. જ્યાં મોહસીને મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે જેલમાં સીસીટીવી કેમેરા ચાલુ હતા, અજ્જુ આવતા શિવાએ સાહિલને ઇશારો કરતા તેણે હુમલો કર્યો હતો. અજ્જુની હત્યા એક પ્રી-પ્લાન્ડ મર્ડર હતું. આજે ૧૬૪ના નિવેદન માટે અમને કોર્ટમાં લવાયા હતા અને અમે અમારા નિવેદન કોર્ટમાં નોંધાવ્યા છે.