(એજન્સી) તા.૧૮
અજર્રબૈજાનના સુરક્ષા મંત્રાલયે જણાવ્યું કે અજરબૈજાન અને અર્મેનિયાએ શનિવારે સૈનિકોના મૃતદેહોનું આદાન પ્રદાન કર્યું. જે ઉપરી કારાબાખ વિસ્તારના સુશા શહેરની આજુબાજુ અથડામણોમાં મૃત્યુ પામ્યા, અજરબૈજાનના સુરક્ષા મંત્રાલયે જણાવ્યું. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું કે અજરબૈજાનના નાગોર્ના કારાબાખ વિસ્તારમાં તૈનાત રશિયન શાંતિ સેનાના મધ્યસ્ય અને ભાગીદારીના મધ્યમથી સૈનિકોના મૃતદેહ એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને અર્મેનિયન પક્ષને સોંપી દેવામાં આવ્યા. સાથે જ આ કાર્યવાહીના માળખાની અંદર અજરબૈજાન સેનાના છ સૈનિકોના મૃતદેહો જે શુસા શહેરની આસપાસની લડાઈ દરમ્યાન શહીદ થયા. વ્યકતવ્યએ સુરક્ષા મંત્રાલય અને રશિયન સુરક્ષા મંત્રી સગેઈ શોઝનો પણ માનવીય કાર્યવાહી માટે આભાર વ્યકત કર્યો. અજરબૈજાન અને અર્મેનિયાના પૂર્વ સોવિયત ગણરાજયોની વચ્ચે સંબંધ ૧૯૯૧થી તણાવપૂર્ણ રહ્યા છે. જયારે અર્મેનિયન સેનાએ નાગોનો કારાબાખ પર કબજો કરી લીધો હતો, જેને ઉપરી કારાબાખ તરીકે પણ ઓળખવામાં આવતું હોય એક વિસ્તાર જેને અજરબૈજાનના ભાગ તરીકે માન્યતા મળી હતી અને સાત નજીકના વિસ્તારો ર૭ સપ્ટેમ્બરે સંઘર્ષ થયો અને અર્મેનિયન સેનાએ ૪૪ દિવસ સુધી માનવીય સંઘર્ષ વિરામ સમજૂતીનું ઉલ્લંઘન કરતા નાગરિક અને અજરબૈજાનના દળો પર પોતાના હુમલા જારી રાખ્યા બાકુએ આ દરમ્યાન અનેક શહેરો અને લગભગ ૩૦૦ વસ્તીઓ અને ગામડાઓને અર્મેનિયન કબજાથી મુકત કરાવ્યા. ૧૦ નવેમ્બરે બંને દેશોએ લડાઈને સમાપ્ત કરવા અને વ્યાપક સંકલ્પની દિશામાં કામ કરવા માટે રશિયા બ્રોકરેજ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.