(એજન્સી) તા.૨
કર્ણાટકમાં અઝાન દરમિયાન ચૂંટણી ભાષણ પક્ષ દ્વારા અટકાવવાના વિરોધમાં સ્ટેજ છોડીને જતા કોંગ્રેસ નેતા ભાવના રમન્નાનો વીડિયો વાઇરલ થયા બાદ ભાવના સોશિયલ મિડીયા પર ચોમેરથી આલોચના અને ઉગ્ર પ્રતિક્રિયાનો સામનો કરી રહી છે.
વીડિયોમાં અઝાન દરમિયાન પોાતના પક્ષના સ્પીકરે એક આદરના પ્રતિક રીતે તેમનું ભાષણ અટકાવતા ભાવનાએ ઘોર તિરસ્કાર વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી ચિત્રાદુર્ગા મતક્ષેત્રમાં વિધાનસભાની ટિકિટની માગણી કરી રહેલ અભિનેત્રી-રાજકારણીને પસંદ પડ્યો ન હોય તેવુ જણાય છે.
વાઇરલ થયેલ વીડિયોમાં ભાવના પોતાના પક્ષનો ટેગ દૂર કરીને સ્ટેજ પરથી વોકઆઉટ કરી જતા પહેલા પક્ષના સાથી સાથે ગુસ્સામાં વાત કરતી દેખાય છે. આ લોકશાહી નથી એવું કહીને ભાવના પોતાની કારમાં બેસી ગઇ હતી અને સ્થળ છોડીને ચાલી ગઇ હતી. ચિત્રાદુર્ગામાથી ચૂંટણી લડવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરતા ભાવનાએ જણાવ્યું હતું કે હું આગામી ચૂંટણી માટે ટિકિટવાંચ્છુ છું અને મને જો પક્ષ તક આપે તો ચિત્રાદુર્ગામાંથી ચૂંટણી લડવાનું મને ગમશે. હું અવિભાજિત દક્ષિણ કન્નડ જિલ્લાની છું પરંતુ ચિત્રાદુર્ગામાં રહંુ છું, હું કોંગ્રેસ પક્ષ સાથે સક્રિય રીતે સંકળાયેલ છુ.
મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.પરમેશ્વર, એઆઇસીસીના મહામંત્રી એ સી વેણુગોપાલ અને પ્રચાર સમિતિના પ્રમુખ વી કે શિવકુમારે મને ટિકિટ આપવાની ખાતરી આપી છે આથી હું ચિત્રાદુર્ગામાંથી ચૂંટણી લડવા માગુ છંુ. કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે સિદ્ધારમૈયાના નેતૃત્વમાં ફરી ચૂંટાવા માટે પ્રયાસ કરતી કોંગ્રેસે આ ઘટના પર કોઇ ટિપ્પણી કરી નથી પરંતુ આ છેલ્લામાં છેલ્લી ઘટના લઘુમતી મતદારોને જીતવા માટે પક્ષના પ્રયાસો માટે સારુ ભાવિ ભાખતી નથી. ભાવના રમન્ના હાલ કર્ણાટકના કોંગ્રેસના એક મહામંત્રી છે.