(એજન્સી) તા.ર૯
માનવ અધિકાર માટેના ઈરાકી હાઈ કમિશન (આઈએચસીએચઆર)એ રવિવારે જણાવ્યું હતું કે અતિશય હવામાનની સમસ્યાઓના કારણે શિબિરોમાં રહેતા વિસ્થાપિત થયેલા બાળકોના જીવન જોખમમાં મૂકાઈ ગયા છે. આઈએચસીએચઆરના એક સભ્ય, ફઝલ અલ-ઘરરાવીએ જણાવ્યું હતું કે હજારો વિસ્થાપિત થયેલા લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના જીવનને જોખમ છે. તેમણે ઉમેર્યું કે મોટાભાગના વિસ્થાપિત થયેલા ઈરાકીઓ શિબિરોમાં ગરમી મેળવવાની સુવિધાઓ વગર રહે છે, જે તેમના બિમાર પડવાનું કારણ છે. આ મધ્યપૂર્વના દેશમાં શૂન્ય ડિગ્રીથી નીચેનું તાપમાન અનુભવાઈ રહ્યું છે. મુખ્યત્વે રાત્રી દરમ્યાન સેંકડો, હજારો ઈરાકીઓ તેમના ઘરે પાછા ફરી શકતા નથી, જે ર૦૧૪માં શરૂ થયેલા દાઈશ અને આઈએસઆઈએસ વિરૂદ્ધના યુદ્ધમાં નાશ પામ્યા હતા. આ આતંકી જૂથે મોસુલ, સલાહુદ્દીન અને અંબર પ્રાંત અને દિયાલા અને કિરકુક પ્રાંતોના ભાગો સહિતના મોટાભાગના પ્રદેશો કબજે કર્યા હતા. સરકારી દળોએ ર૦૧૭માં આ વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું હતું.