(એજન્સી) મુંબઈ, તા.૨૯
બોલિવૂડના બીગ બી અમિતાભ બચ્ચને પીકુના સહકલાકાર ઈરફાનખાનના અચાનક નિધન અંગે કહ્યું છે કે, આ સમાચાર અત્યંત ચિંતાનજક અને દુઃખદ છે. ટ્‌વીટર પર બચ્ચને મુંબઈમાં ૫૪ વર્ષના અભિનેતાના નિધન અંગે પ્રાર્થનાઓ અને દુવાઓ કરી હતી. બચ્ચને ટિ્‌વટમાં લખ્યું કે, ઈરફાનખાનના નિધનના સમાચાર મળ્યા… અત્યંત ચિંતાજનક અને દુઃખદ અવિશ્વનિય ટેલેન્ટ, ઉદાર સાથી, વિશ્વ સિનેમામાં સાનદાર ભાગીદાર આપણને બહુ વહેલો છોડીને જતો રહ્યો. તેણે દુનિયાને વિમાસણમાં મૂકી દીધી. તેના માટે દુવાઓ અને પ્રાર્થનાઓ. બીજી તરફ અભિનેતા અક્ષયકુમારે લખ્યું કે, અત્યંત આઘાતજનક સમાચાર, ઈરફાનખાનના અચાનક નિધનથી બહુ દુઃખી છું. મારા સમયનો સૌથી શ્રેષ્ઠ અભિનેતામાંથી એક ભગવાન તેમના પરિવારને આ કપરા સમયમાં શક્તિ આપે.