ગાંધીનગર, તા.ર૯
પાવર ખેંચવા માટ અદાણી પાવરે પ્રવાહન લાઈન નાંખવા માટે વન વિભાગની મંજૂરી લીધા વિના જ કામગીરી શરૂ કરી દીધી હતી. આમ અદાણી પાવરે વન્યજીવન સંરક્ષણ અધિનિયમનો ઉલ્લંઘન કરીને કામગીરી કરી છે. તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ કેગના રિપોર્ટમાં થયો છે. એટલે કે અદાણી પાવરે દાદાગીરી કરીને જાણે સરકાર કે વન વિભાગની પરવા વિના જ કામગીરી શરૂ કરી દીધી. એટલે શું અદાણી કંપનીને સરકાર કે તેનો ડર જ ન હોય તેમ ખૂલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરીને જંગલ વિસ્તારમાં કામગીરી શરૂ કરી દીધી.
ગુજરાત સરકારના આર્થિક ક્ષેત્રના કેગના અહેવાલમાં ટાંકવામાં આવ્યું હતું કે, પાવર ખેંચવા અને ગુણવત્તા ક્રમમાં તેના મુંદ્રા પાસે અવેલી અલ્ટ્રા-મેન પાવર પ્રોજેક્ટસમાંથી આગળ પ્રવાહન માટે અદાણી પાવર લિમિટેડે મુંદ્રા-દહેગામ પ્રવાહન લાઈન નાંખવા માટે ઘુડખર અભિયારણની પ૮.૯૬૮ હેક્ટર જમીનનું માર્ગહટ કરવાનું જમીનનું માર્ગાટ કરવાનું જરૂરી હતું.જેના માટે અદાણી પાવર લિમિટેડ વન સંરક્ષણ અધિનિયમ અને વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ અગાઉથી મંજૂરી લેવી જરૂરી હતી. ત્યારે અદાણી પાવરે વન સંરક્ષણ અધિનિયમ હેઠળ જંગલની જમીનના માર્ગહટ માટે અરજી કરી હતી. ત્યારે તપાસ દરમ્યાન વન અને પર્યાવરણ વિભાગના ધ્યાને આવ્યું હતું કે, અદાણી પાવરે જરૂરી મંજૂરી લીધા વિના જ પ્રવાહન લાઈન નાંખી દીધી હતી. ત્યારે ઓડિટે એવું અવલોકન કર્યું હતું કે, અદાણી પાવરે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ અભયારણની જમીનના માર્ગહટ માટે મે-ર૦૦૯માં એટલે કે તેણે જાન્યુઆરી-ર૦૦૯માં કામગીરી શરૂ કર્યા બાદ અરજી કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર-ર૦૧૦માં એટલે વર્ષ-ર૦૦૯ પાઈપલાઈન કાર્યાન્વિત કરવાના લગભગ ૧૩ મહિના બાદ અદાણીને અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આમ અદાણી પાવર લિમિટેડ જાન્યુઆરી-ર૦૦૯માં કામ શરૂ કરતા પહેલા વન્યજીવન અધિનિયમ હેઠળ જરૂરી મંજૂરી મેળવી જ ન હતી. એટલે કે અદાણી પાવર લિમિટેડે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ અને વન સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓના ઉલ્લંઘન રૂપે ઉપરના અધિનિયમો હેઠળ જરૂરી મંજૂરીઓ લીધા પહેલા પ્રવાહન લાઈન નાંખી હતી. એમ કેગના રિપોર્ટમાં જણાવ્યું છે.
જો કે અદાણી પાવર લિમિટેડ મંજૂરી લીધા વિના અભ્યારણ વિસ્તારમાં કામ શરૂ કરી દીધી તેમાં દોષિતો સામે પગલા ભરવા ફરિયાદ કરવાનો આદેશ કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયે આદેશ કર્યો હતો. તેમાં ઓડિટે અવલોકન કર્યું હતું કે બે વર્ષ વિતી ગયા તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. એ કેગના રિપોર્ટમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંજૂરી વિના નિયમોનું ઉલ્લંઘન કરીને અદાણી પાવરે કામગીરી શરૂ કરી ત્યારે તેના કસુરવારો સામે ગુજરાત સરકારે પગલાં ભરવા જોઈએ તેના બદલે આ નિયમોના ઉલ્લંઘનની બાબતને જાણે ગુજરાત સરકાર પણ સંતાડવા માંગતી હોય તેમ દોષિતો સામે બે વર્ષ વિત્યા છતાં કોઈ પગલાં લીધા નથી.