(એજન્સી) તા.૫
૨૦૨૦ના ભારતમાં આપણે વાણી સ્વાતંત્ર જેવા અધિકારની ચર્ચા કરવી પડે એ વાત ખરેખર દયનીય છે. વાણી સ્વાતંત્ર્ય એ કાર્યાત્મક લોકતંત્રની પાયાની ઇંટ છે. અદાલતની અવમાનનાના આરોપના લાંબા પ્રતિસાદમાં પ્રશાંત ભૂષણે આરોપને પડકારતી કાનૂની દલીલો ઉપરાંત એવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે કે જેમાં તેમના દાવા મુજબ સુપ્રીમ કોર્ટ ભારતીય બંધારણના રખેવાળ તરીકે તેમજ જીવન જીવવાના અને સ્વતંત્રતાના નાગરિકોના મૂળભૂત અધિકારને સુરક્ષિત કરવામાં તેમજ કટ્ટરવાદી બહુમતીવાદને અટકાવવામાં નિષ્ફળ ગઇ છે.
આ મુદ્દાઓમાં ગઇ સાલ ૫, ઓગસ્ટની આસપાસ જેલમાં ધકેલવામાં આવેલ હજારો કાશ્મીરીઓના સ્વજનો દ્વારા દાખલ થયેલ હેબિયસ કોર્પ્સ પિટિશન, ઇન્ટરનેટ બંધી, આસામમાં એનઆરસીના અમલમાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા, જામિયા અને જેએનયુમાં પોલીસ અને જમણેરી પાંખના ઠગો દ્વારા હુમલા, જજ લોયાના રહસ્યમય મૃત્યુ અને રાફેલ ફાઇટર જેટની ખરીદીમાં કૌભાંડ, લોકડાઉન દરમિયાન કામદારોનું રક્ષણ કરવા માટે દરમિયાનગીરી કરવા માટે ઇન્કાર જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે.
મને એ વાતનો આનંદ છે કે પ્રશાંત ભૂષણ અદાલતનની અવમાનનાના કેસમાં ચુકાદાને પડકારનાર છે કારણ કે જ્યાં સુધી ચુકાદાને લાગેવળગે છે ત્યાં સુધી આ ચુકાદો જેઓ જાણીતા પરિવારમાંથી સુપ્રીમ કોર્ટના વકીલ નથી એવા આપણા સૌ માટે એક ખતરનાક જાળ છે. વાસ્તવમાં અદાલતના ચુકાદા દ્વારા આદર પ્રાપ્ત કરી શકે છે નહીં કે અવમાનનાના હાસ્યાસ્પદ કાયદા દ્વારા.
હું મારી વાત કરું તો ૨૦૦૨માં અદાલતની અવમાનના બદલ મને અપરાધી ઠરાવીને જેલમાં મોકલનારા ચુકાદામાં પ્રયોજાયેલ ભાષા અસહિષ્ણુ અને અપમાનકારક હતી. આપણે ન્યાયતંત્ર પાસેથી અદાલતની ગરીમાને ઉતારી પાડવાના વિક્ટોરીયન યુગના અવમાનનાના કાયદાની કલમ રદ કરીને પોતાની સત્તાઓ સામે ચાલીને ઘટાડશે એવી આશા રાખી શકીએ નહીં, ભલે પછી ન્યાયતંત્ર એ વાત સારી રીતે જાણે છે કે તે માત્ર પોતાના ચુકાદાઓ દ્વારા જ આદર પ્રાપ્ત કરી શકે નહીં કે આ પ્રકારના હાસ્યાસ્પદ કાયદા દ્વારા.
(સૌ.ઃ સ્ક્રોલ.ઈન)