(એજન્સી) જીનિવા, તા. ૬
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના નિષ્ણાંતોએ એવી ગંભીર ચેતવણી ઉચ્ચારી છે કે, ભારતમાં લોકડાઉનને મહદઅંશે ખુલ્લું મુકી દેવાયું હોવાથી આગામી દિવસોમાં આ દેશમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થઇ શકે છે. ભારતમાં કોરોના વાયરસનો ટ્રેન્ડ જોતાં લાગે છે કે, રોગચાળો હાલમા વિસ્ફોટ થવાને બદલે ઉકળી રહ્યો છે, સ્પેન, યુકે, ઇટાલી અને જર્મની જેવા દેશોમાં દેશવ્યાપી લોકડાઉનના ત્રણ સપ્તાહમાં જ આ રોગચાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો હતો, પરંતુ ભારતમા લોકડાઉનના ૯૦ દિવસ થઇ ગયા હોવા છતાં આ રોગચાળો હજુ તેની ચરમસીમાએ પહોંચ્યો નથી. WHOના નિષ્ણાંત માઇકલ રાયનના જણાવ્યા મુજબ ભારતમાં હાલના તબક્કે કોરોના માહામારીનો ડબલિંગ રેટ ત્રણ સપ્તાહનો છે, અર્થાત ભારતમાં ત્રણ સપ્તાહમાં કેસની સંખ્યા બે ગણી વધી જાય છે, તેમ છતાં આ રોગચાળાનો વિસ્ફોટ હજુ સુધી થયો નથી, પરંતુ આ વિસ્ફોટ થવાનું સંપૂર્ણ જોખમ હજુ રહેલું છે કેમ કે, ભારત હાલ તેના લોકડાઉનને હવે ધીમે-ધીમે સંપૂર્ણ રીતે ખોલી દેવાની દિશામાં આગળ વધી રહ્યો છે એમ WHOના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર રાયને કહ્યું હતું. રાયને કહ્યું કે જ્યારે રોગચાળો વકરે છે અને સમુદાયોમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ઘણા સ્થળોએ જોવા મળે છે તે મુજબ તેનો ફેલાવો કોઈપણ સમયે બતાવી શકે છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જેવા પગલાએ ચેપ ફેલાવાની ગતિ ઓછી રાખી છે, પરંતુ દેશમાં ફરી પ્રવૃત્તિઓ શરૂ થવાની સાથે આ કેસોમાં વધારો થવાનો ભય છે. રાયને કહ્યું હતું કે ભારતમાં લેવામાં આવેલા પગલાઓની ચેપના ફેલાવાના દરને ઘટાડવા તરફ ચોક્કસ અસર પડી હતી, અને ભારતના અન્ય મોટા દેશોની જેમ, પ્રવૃત્તિઓ શરૂ થઈ, લોકોની હિલચાલ શરૂ થઈ અને રોગચાળા એ વિકરાળ રૂપ બતાવ્યું. વાયરસના સંક્રમણનું હંમેશા જોખમ રહેલું છે. તેમણે કહ્યું કે ભારતમાં મોટા પાયે સ્થળાંતર, ગીચ વસ્તીવાળા શહેરો અને કામદારો પાસે રોજ કામ કરવા જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેવા ચોક્કસ મુદ્દાઓ પણ છે. કોરોના વાયરસ કેસોમાં ઇટાલીને પાછળ છોડી ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે દેશમાં ચેપના એક જ દિવસમાં મહત્તમ કેસ ૯,૮૮૭ હતા, જ્યારે ૨૯૪ લોકોનાં મોત થયાં. આ પછી, દેશમાં ચેપનો કુલ આંકડો અત્યાર સુધી ૨,૩૬,૬૫૭ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક ૬,૬૪૨ પર પહોંચી ગયો છે. ડબ્લ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથે કહ્યું કે ૧૩૦ કરોડથી વધુ વસ્તીવાળા દેશમાં કોરોના વાયરસના બે લાખથી વધુ કેસ છે, પરંતુ આટલા મોટા દેશ માટે હજી પણ આ સંખ્યા ખૂબ વધારે નથી. તેમણે કહ્યું હતું કે ભારત ખૂબ ગીચ વસ્તીવાળા શહેરો ધરાવતો એક મોટો દેશ છે, જ્યારે કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ઓછી સંખ્યામાં નિવાસસ્થાન છે અને આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં આરોગ્ય પ્રણાલીમાં વિવિધતા છે અને કોવિડ -૧૯ ને નિયંત્રિત કરવામાં આ તમામ પડકારો છે. સ્વામિનાથે કહ્યું કે લોકડાઉન અને નિયંત્રણો હટાવવા સાથે, લોકોએ બધી સાવચેતી રાખવી જોઈએ તેની ખાતરી કરવી જોઈએ. તેમણે કહ્યું કે અમે વારંવાર કહી રહ્યા છીએ કે જો તમારે મોટા પાયે વર્તન બદલવું હોય તો લોકોને માસ્ક પહેરવા જેવી કેટલીક બાબતોને અપનાવવા માટે સતત પૂછવામાં આવે છે તેનું મહત્વ સમજવું પડશે.