(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૪
કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં ઘટવાને બદલે વધી રહ્યું છે. અનલોક-૧ની છૂટછાટના સમયગાળામાં કોરોના વધુ વકરી રહ્યો છે અને તેમાં પણ છેલ્લા એક સપ્તાહથી તો રાજ્યમાં કોરોના પોઝિટિવના ઉછાળારૂપ પપ૦થી વધુ કેસ રોજેરોજ બહાર આવી રહ્યા છે અને તેમાં ઉત્તરોત્તર વધારો પણ નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા પ૭ર પોઝિટિવ કેસ બહાર આવ્યા છે તો તેની સાથે રાજ્યભરમાં કોરોનામાં વધુ રપ લોકોનાં મોત થવા પામેલ છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં હવે ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ પ૭પ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસનો વ્યાપ વધવા સાથે તેના પોઝિટિવ કેસોમાં પણ થતો વધારો સરકારી તંત્ર માટે પડકારજનક બની રહેલ છે. લોકડાઉન બાદ અનલોક-૧ની છૂટછાટમાં કેસોમાં વિસ્ફોટક ઉછાળાને કારણે આગળ જતાં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા જોવાઈ રહી છે જેને લઈને લોકડાઉન સહિતના કડક પગલાં ફરી લેવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ પ૭ર નવા કેસ બહાર આવ્યા છે જેમાં કોરોના હોટસ્પોટ અમદાવાદમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજા નંબરના સુરતમાં કેસોમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં ર૧પ કેસ અને સુરતમાં ૧૭ર કેસ બહાર આવ્યા છે. વડોદરા જિલ્લામાં ૪પ, જામનગરમાં ૧૩, ભરૂચ ૧૦, રાજકોટ ૧૩, આણંદ-પંચમહાલ-સુરેન્દ્રનગર-નર્મદામાં ૯-૯ કેસ તેમજ અરવલ્લીમાં ૭, નવસારીમાં ૬, ગાંધીનગર-કચ્છ-ગીરસોમનાથ-ભાવનગર-વલસાડમાં પ-પ કેસ તથા મહેસાણા-અમરેલી-જૂનાગઢમાં ૪-૪ કેસ, મહિસાગર-પાટણ-ખેડા-છોટાઉદેપુરમાં ૩-૩ કેસ તથા અન્ય પાંચ જિલ્લામાં ૧-૧ કેસ નોંધાયેલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક ર૯ હજારને પાર થઈ જવા પામ્યો છે જ્યારે અમદાવાદમાં આજના કેસો સાથે કોરોના પોઝિટિવ કેસો કુલ ૧૯૬૦૧ થવા પામ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસો વધવા સાથે મૃત્યુના પ્રમાણમાં વધારો પણ એ જ રીતે જારી રહેવા પામ્યો છે. ર૪ કલાકમાં રાજ્યમાં વધુ રપ વ્યક્તિઓના કોરોનામાં મૃત્યુ થયેલ છે જે પૈકી અમદાવાદમાં ૧પનાં મોત થયા છે તો સુરતમાં પાંચ, પાટણમાં બે તથા જામનગર, ગીરસોમનાથ અને સાબરકાંઠા જિલ્લામાં ૧-૧ વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યમાં કોરોનાને લીધે કુલ ૧૭૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે તો કોરોના હબ એવા અમદાવાદમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૩૬૩ થવા પામેલ છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સારવાર દરમિયાન સાજા થનારાઓનો આંક હવે વધવા પામી રહ્યો છે જેમાં બે-ત્રણ દિવસથી તો કોરોનાના પોઝિટિવ કેસો જેટલા જ દર્દીઓ કોરોનામુક્ત થઈ રહ્યા છે. આજે પણ કોરોના પોઝિટિવ પ૭ર કેસ સામે રાજ્યમાં ર૪ કલાકમાં પ૭પ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહેલ છે જેમાં અમદાવાદ જિલ્લામાં ૪૦૧ દર્દીઓ, સુરતમાં ૬પ, વડોદરામાં ૪૮, ગાંધીનગર ૧૬, રાજકોટમાં ૭, ભાવનગરમાં-૬, આણંદ-અરવલ્લીમાં પ-પ, અમરેલી-જૂનાગઢમાં ૪-૪, સાબરકાંઠામાં ૩, જામનગર-મહેસાણા-મહિસાગર-ખેડામાં ર-ર દર્દી અને દ્વારકા-પાટણ-કચ્છમાં ૧-૧ દર્દી સાજા થવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ર૧૦૯૬ લોકો કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં નોંધાયેલ કુલ કોરોના પોઝિટિવ કેસો પૈકી એક્ટિવ કેસ ૬૧૬૯ છે તે પૈકી ૭૦ દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે જ્યારે અન્ય ૬૦૯૯ દર્દીની સ્થિતિ તંત્ર દ્વારા સ્ટેબલ (સ્થિર) દર્શાવવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩.૪૦ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે જ્યારે રાજ્યભરમાં આજની તારીખે ર.ર૯ લાખ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ કોર્પોરેશન ૨૦૫
સુરત કોર્પોરેશન ૧૫૫
વડોદરા કોર્પોરેશન ૩૫
સુરત ૧૭
જામનગર કોર્પોરેશન ૧૨
અમદાવાદ ૧૦
વડોદરા ૧૦
ભરૂચ ૧૦
રાજકોટ કોર્પોરેશન ૦૯
આણંદ ૦૯
પંચમહાલ ૦૯
સુરેન્દ્રનગર ૦૯
નર્મદા ૦૯
અરવલ્લી ૦૭
નવસારી ૦૬
ગાંધીનગર ૦૫
કચ્છ ૦૫
ગીર-સોમનાથ ૦૫
વલસાડ ૦૫
જિલ્લો કેસ
મહેસાણા ૦૪
રાજકોટ ૦૪
અમરેલી ૦૪
ભાવનગર કોર્પોરેશન ૦૩
મહિસાગર ૦૩
પાટણ ૦૩
ખેડા ૦૩
છોટાઉદેપુર ૦૩
ગાંધીનગર કોર્પોરેશન ૦૨
જૂનાગઢ કોર્પોરેશન ૦૨
ભાવનગર ૦૨
જૂનાગઢ ૦૨
બનાસકાંઠા ૦૧
સાબરકાંઠા ૦૧
બોટાદ ૦૧
જામનગર ૦૧
દાહોદ ૦૧
દેવભૂમિદ્વારકા ૦૦
કુલ ૫૭૨