(એજન્સી) તા.૨૪
અત્યારે દેશ દેખીતી રીતે અનલોક મોડમાં છે પરંતુ તેમ છતાં ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-૧૯ને અટકાવવા માટે મણિપુર, કાશ્મીર, કેરળ અને પ.બંગાળમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આમ છૂટાછવાયા લોકડાઉનની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમજ પૂર્ણ ક્ષમતાએ કામ કરવા અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનમાં ગરીબોને સહાયભૂત થવા માટે વિનામૂલ્યે અનાજ યોજના લંબાવી હતી તે આવકાર્ય છે.
આ સંજોગોમાં દેશભરમાં લોકડાઉનની સંભવતઃ વાપસી અને રાહત પેકેજમાં રહેલા છિંડાના કારણે લંબાવેલ યોજનામાં ભારતના સૌથી જરુરતમંદ લોકોને આવરી લેવામાં આવ્યાં નથી. મોદીએ આ યોજના લંબાવી તે એક આવકાર્ય પગલું છે, પરંતુ કેન્દ્રએ હવે સૌથી વધુ જરૂરતમંદોને આ યોજના હેઠળ આવરી લેવા માટે આ યોજનાની વિસ્તરણ કરવું જોઇએ.
આમ ભારતમાં તાત્કાલિક ધોરણે લોકડાઉન મુક્ત થવાની શક્યતા નથી ત્યારે સરકારે દરેકને રેશન મળે તે સુનિશ્ચિત કરવું જોઇએ. ભલે પછી તેઓ યોજના હેઠળની યાદીમાં આવતી ન હોય. ઘણા રાજ્યો વડા પ્રધાનની યોજનાનો અમલ કરવામાં પણ નિષ્ફળ ગયાં છે. બિહારે તેમને ફાળવવામાં આવેલ તમામ અનાજ એકત્ર કર્યુ છે, પરંતુ તેનું વિતરણ માત્ર બે ટકા લોકોને જ કર્યુ છે. આમ સરકાર શું ચાલી રહ્યું છે તેનાથી સંપૂર્ણપણે વાકેફ નથી. ઓડિશામાં ભૂખમરાને કારણે મૃત્યુના સમાચારો ખરેખર ચિંતાજનક છે. આમ આ યોજનાનો લાભ સૌકોઇને મળે તે માટે રાજ્ય સરકારે પણ સઘન કાર્યવાહી હાથ ધરવી જોઇએ.