(એજન્સી) ભોપાલ, તા.૧૬
ભાજપના નેતા અને મધ્યપ્રદેશના મંત્રી ગોપાલ ભાર્ગવે સોમવારે અનામત વ્યવસ્થા અંગે કહ્યું કે તે દેશના લોકોના કે દેશના હિમમાં નથી.
તેમણે કહ્યું કે યોગ્યતાની અવગણના કરી ૪૦ ટકાવાળાને નોકરીમાં રખાય અને ૯૦ ટકાવાળાને બેસાડી દેવાય તો તે દેશ માટે ઘાતક છે. તેમણે કહ્યું કે દેશ આઝાદ થયો ત્યારે એક ચતુર્થાંસ સાંસદ વિધાયક અને કર્મચારી અમારા વર્ગના હતા આજે ૧૦ ટકા પણ નથી. તેમણે કહ્યું કે હું બંધારણનું સન્માન કરૂં છું. મારી ટીપ્પણીને અયોગ્ય રીતે રજૂ કરાઈ છે. મે પ્રવચનમાં અનામતની વાત કરી નથી. તેમણે એમ પણ કહ્યું કે રાજકીય પક્ષો બ્રાહ્મણોનું સમર્થન ઈચ્છે છે પરંતુ તેમને કંઈ આપવા માંગતા નથી. આજે અમે વોટ બેન્ક બની ગયા છીએ. પહેલાં વોટબેન્ક સરકારો પાસે ઘણુ માંગી લેતી હતી. પરંતુ બ્રાહ્મણોએ આવુ કંઈ કર્યું નહી. ઉલ્લેખનીય છે કે હાલમાં અનામત મુદ્દે ભારે વિવાદ છેડાયો છે. એક તરફ મોદી અને અમિત શાહ વિપક્ષોના આરોપોનો મુકાબલો કરી રહ્યા છે. બીજી તરફ ભાજપના નેતાઓ વિવાદો ફેલાવી મૂશ્કેલીઓ વધારી રહ્યા છે. અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે સરકાર અનામત વ્યવસ્થા કદી પણ રદ નહી કરે. આંબેડકરે આપેલ અનામત કોઈ રદ કરી નહીં શકે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાન વિગેરેએ પણ અનામત રદની વાતો ફગાવી દીધી હતી.