પ્રાંતિજના જ્વેલર્સે ૧૨૫ ગ્રામ ચાંદીનું દ્ગ-૯૫ જેવી બનાવટનું માસ્ક બનાવી પહેર્યું

(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૩૧
પાંચ-દસ રૂપિયાને બદલે ? ૯,૦૦૦નું માસ્ક ! કોણ લે ? જો કે, શોખ એ શોખ છે. શોખપૂર્ણ કરવામાં તો અમીર હોય કે ગરીબ તે પોતાનો શોખપુરો કરતો હોય છે. આવી જ એક બાબત સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે જાણવા મળી છે. એક જ્વેલર્સે પોતાના શોખ ખાતર કે કંઈક નવું કરવાની ખેવનાને લઈને ચાંદીનું માસ્ક બનાવડાવ્યું છે અને તેને પહેરે પણ છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. જે હજુ હાલ પીછો છોડે તેમ જણાતું નથી.સરકારે પણ કોરોના વાયરસને લઈને કેટલાક કડક નિયમો બનાવ્યા છે તેમાં ખાસ કરીને માસ્ક પહેરવું ફરજિયાત કર્યુ છે . ત્યારે પ્રાંતિજ નવાબજારમા આવેલ શ્રીજી જવેલર્સના માલિક ભૂવનેશભાઇ ઉર્ફે અકુભાઇ ચોક્સીએ પોતાની સુખાકારી તથા શોખને પોષવા ચાંદીનું સ્પેશ્યલ દ્ગ-૯૫ જેવુ માસ્ક બનાવેલ છે. ચાંદીના આ માસ્કનું વજન ૧૨૫ ગ્રામ છે. તેની કિંમત રૂપિયા-૯૦૦૦ની આસપાસ થાય છે. આ માસ્કની ખાસિયત એ પણ છે કે, તે વોશેબલ છે. તેને સેનિટાઇઝ પણ કરી શકાય છે. આમ, પોતે કોરોના વાયરસના સંક્રમણથી પણ બચવા માટે આ જ માસ્કનો ઉપયોગ કરે છે અને પોતાનો શોખ પણ સાથે સાથે પૂર્ણ કરે છે અને સરકાર દ્વારા માસ્ક ફરજિયાત પહેરવાની સૂચનાનું પણ ચુસ્તપણે પાલન કરે છે.