કાપોદ્રા, તા.૧૪
અંકલેશ્વર તાલુકાના ધામરોડ ખાતે રમાયેલ અન્ડર-ર૩ની સેમી ફાઈનલ મેચમાં સાદ સી.સી. કાપોદ્રાએ ઘલા ઈલેવનને પાંચ વિકેટથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. કાપોદ્રા ટીમના કોચ મહંમદઅલી લુલાતે ટીમના સુંદર પ્રદર્શન બદલ શુભેચ્છા પાઠવી હતી. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા.ર૦/૧ર/ર૦ર૦ના રોજ રમાશે. ટુર્નામેન્ટના કન્વિનર રિઝવાન બાન્ગાએ ફાઈનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓને આમંત્રણ પાઠવ્યું છે. સ્કોર :- ઘલા ઈલેવન બેટીંગ : ૧ર૪ રન (૩ વિકેટ), સાલેહ શેખ : ૪૭ રન (નોટ આઉટ), ઈબ્રાહીમ પટેલ : ૩ર રન, આનંદ યાદવ : ર૪/ર, સાદ સી.સી. કાપોદ્રા : ૧ર૬ રન (પ વિકેટ), સૈયદ ફિરોઝ : ૩૯ રન, સાદ લુલાત : ર૧ રન (નોટ આઉટ), અનસ ચૌધરી : ર૧ રન, ફહીમખાન : ૧૮/ર.