નવી દિલ્હી, તા.ર૬
ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડનો પુત્ર અમિત દ્રવિડ પોતાની બેટીંગથી જૂનિયર લેવલ પર ઘણો પ્રભાવિત કરી રહ્યો છે. બીટીઆર શીલ્ડ અન્ડર-૧૪ ગ્રુપ-૧ ડિવીઝ-૧-ર ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં તેની ટીમ માલ્યા અદિતી ઈન્ટરનેશનલ સ્કૂલ પહોંચી ગઈ છે. અમિત દ્રવિડની સદીની મદદથી તેની ટીમે સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ત્રણ મહિનામાં બેવડી સદી ફટકારનાર અમિતે ૧૩૩ બોલમાં ૧૬૬ રનની ઈનિંગ રમી પોતાની ટીમને સેમીફાઈનલમાં પહોંચાડી. આ દરમ્યાન અમિતે ર૪ ચોગ્ગા ફટકાર્યા. અમિતે આ ઉપરાંત ૩૪ રન આપી ચાર વિકેટ પણ ઝડપી. અમિતના આ પ્રદર્શનની મદદથી માલ્યા અદિતી ઈન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાશિલ્ડ એકેડમીને મોટા માર્જીનથી હરાવી. માલ્યા અદિતી ઈન્ટરનેશનલસ્કૂલે પ૦ ઓવરમાં પ વિકેટે ૩૩૦ રન બનાવ્યા હતા. જ્યારે વિદ્યાશિલ્ડ ૧૮ર રનમાં ઓલઆઉટ થઈ ગઈ.