(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.ર૧
ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા આગામી સમયમાં ગુજરાત રાજ્યની ટીમનું ગઠન થઇ રહ્યું છે. જેના માટે વિવિધ જિલ્લાઓના ખેલાડીઓની પસંદગી થઇ રહી છે. જેમાં વલસાડના વિકેટ કિપર આર્યન પારેખ સહિત ૯ ખેલાડીઓની પસંદગી થઇ છે.
ગુજરાત એસોસીએશન દ્વારા અન્ડર-૧૬ની એ, બી, સી, ડી એમ ૪ ટીમ તૈયાર થઇ રહી છે. જેમાં ટીમ એ-માં આર્યન પારેખ, શ્રેયાંશ પટેલ, ટીમ બી-માં ધ્રુવ પટેલ, જીત રાઠોડ, રિયાન ટંડેલ, ટીમ સી-માં પાર્થ મકવાણા, પ્રખર મિશ્રા અને ડી-ટીમમાં જ્વલ દેસાઇ અને મોહમ્મદ કેફ પઠાણની પસંદગી થઇ છે. આ તમામની પસંદગી થતાં વલસાડના યુવા ક્રિકેટરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ચાર ટીમો વચ્ચે મેચ રમાયા બાદ મુખ્ય ટીમની પસંદગી થશે.