નવીદિલ્હી, તા. ૫
જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ફુટબોલ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા તે અન્ડર-૧૭ ફિફા વર્લ્ડકપ ફૂટબોલની આવતીકાલથી ભારતમાં શરૂઆત થઇ રહી છે. આની સાથે જ ભારતનું પણ એક મોટુ સપનું પુર્ણ થનાર છે. ભારતીય ચાહકોને ઘરઆંગણે અન્ડર-૧૭ ફિફા વર્લ્ડકપની મેચો જોવાની મજા પડી જશે. ભારતીય ટીમ પણ કરોડો ઉમ્મીદોની સાથે મેદાનમાં ઉતરી રહી છે. ભારતીય ફુટબોલ માટે આ ટુર્નામેન્ટ ખુબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ફૂટબોલ માટે છઠ્ઠી ઓક્ટોબરનો દિવસ ઐતિહાસિક બની રહેશે જ્યારે ભારત પ્રથમ વખત કોઇપણ વર્ગમાં ફિફા મંચ ઉપર પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે. આનાથી ભારતમાં ફૂટબોલને નવી દિશા મળી શકે છે. દુનિયાના બીજા સૌથી મોટા દેશ ભારતના લોકોને ફિફા અન્ડર-૧૭થી ખુબ આશા રહેલી છે. ફુટબોલ ટીમ ફિફા વિશ્વકપમાં મેદાનમાં ઉતરી રહી છે. ભારતના યજમાનપદ હેઠળ પ્રથમ વખત ફિફા અન્ડર-૧૭ વર્લ્ડકપનું આયોજન છઠ્ઠી ઓક્ટોબરના દિવસે થશે. યજમાન ટીમ હોવાના કારણે ભારતને ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી ગઈ છે. અલબત્ત ટીમ સંપૂર્ણપણે તૈયાર છે અને જોરદાર મહેનત કર્યા બાદ દુનિયાની ૨૪ દિગ્ગજ ટીમો માટે પોતાની દાવેદારી રજૂ કરશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચમાં આવતીકાલે અમેરિકા સામે રમશે. ત્યારબાદ ભારત પોતાની અન્ય મેચ ૯મી ઓક્ટોબરે કોલંબિયા સામે, ૧૨મી ઓક્ટોબરે ઘાના સામે રમશે. ભારતીય ફૂટબોલ માટે આ ક્ષણ ખુબ જ ઐતિહાસિક બની રહેશે. દુનિયાની ૨૪ ટીમો વચ્ચે ફિફા-૧૭ જંગ ખેલાનાર છે.
ગિની સૌથી યુવા ટીમ તરીકે
અન્ડર-૧૭માં ઊતરી રહી છે
નવીદિલ્હી, તા. ૫
અન્ડર-૧૭ વિશ્વકપમાં ભાગ લઇ રહેલી નાઇઝરની ટીમમાં સૌથી વધારે એવા ખેલાડીઓ છે જેમની જન્મતારીખ કટ ઓફ ડેટ પહેલી જાન્યુઆરી ૨૦૦૦ના બરોબર છે. બીજી બાજુ ગીનીની ટીમ આ વિશ્વકપમાં ભાગ લેનારી સૌથી યુવા ટીમ છે. ડિફેન્ડર ઇસ્માઇલ ઇસ્સાકાથી લઇને મિડફિલ્ડર હાબી બોઉ સોફીને મળીને નાઇઝર ટીમમાં કુલ પાંચ ખેલાડી એવા છે જેમની જન્મતારીખ વિશ્વકપની કટ ઓફ ડેટ છે. બાકીના ત્રણ ખેલાડીઓમાં યુકોઉબા, તાહોતુઆ અને ડિફેન્ડર રાચીડનો સમાવેશ થાય છે. નાઇઝર એવી ત્રણ ટીમોમાં સામેલ છે જે આ વર્ષે ૨૦૧૭માં અન્ડર-૧૭માં પ્રથમ વખત રમી રહી છે. ભારત ઉપરાંત ન્યુ કોલેડોનિયા પણ પ્રથમ વખત રમી રહી છે. નાઇઝર ઉપરાંત કોસ્ટારિકાના મિડ ખેલાડી આંદ્રેશ અને જર્મનીના ફોરવર્ડ ખેલાડી નિકોલસની જન્મતારીખ પણ કટ ઓફ ડેટ મુજબની છે. એટલે કે આનાથી કોઇ દિવસ પણ ફેરફારની સ્થિતિ તેમને મંજુરી મળી શકે નહીં.
Recent Comments