માઉન્ટમાઉંગાનુ, તા.૧૩
ભારતીય ક્રિકેટના ભાવી સ્ટાર મોટા મંચ તરફ પોતાનું પ્રથમ પગલુ ભરતા રવિવારે આઈસીસી અન્ડર-૧૯ વિશ્વકપના પ્રથમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ગુરૂ રાહુલ દ્રવિડની ટીમ પાસે પ્રતિભાની કમી નથી. ભારતીય ટીમ ટુર્નામેન્ટના ઘણા દિવસ પહેલા પહોંચી ગઈ હતી. જેનાથી તે પરિસ્થિતિના અનુકુળ પોતાને સેટ કરી શકે છે. ભારતીય ટીમ ત્રણવાર ટાઈટલ જીતી ચૂકી છે પણ અંતિમ વાર ર૦૧૪માં ચેમ્પિયન બની હતી, મુંબઈ માટે ઘરેલુ સત્રમાં ઉમદા પ્રદર્શન કરનાર પૃથ્વીસ શો અને હિંમાશુ રાણા પણ ફોર્મમાં બંગાળના ઝડપી બોલર ઈશાન પોરેલ પર પણ બધાની નજર રહેશે. કપ્તાન પૃથ્વી શો એ કહ્યું કે હું ટીમની તૈયારીથી ખુશ છું અને અમારૂ લક્ષ્યાંક વિશ્વકપ જીતવાનું છે કયા ખેલાડી પર તમારી નજર રહેશે ? આ પ્રશ્નના ઉત્તરમાં દ્રવિડે કહ્યું કે અમે કોઈ એક ખેલાડી પર ફોકસ કરતા નથી અમે એક ટીમના રૂપમાં સારૂ રમવાનો પ્રયાસ કરીશું.