મોરબી,તા.ર૩
મુળ કચ્છ રાપરના વતની સૂર્યદીપસિંહ ઈન્દ્રજીતસિંહ (ઉ.વ.૮) નામનુ બાળક રમતા રમતા રૂા.૫નો સિક્કો ગળામાં ગળી જતા જે સિક્કો સિધો જ અન્નનળીમાં ફસાઈ જતા બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો ત્યારે એવા સમયે તે બાળકને મોરબીની પ્રખ્યાત કાન નાક ગળાની ઓંમ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. ત્યાં સ્પર્શ બાળકોની હોસ્પિટલ વાળા ડો.મનિષભાઈ સનારીયા તેમજ એનેસ્થેટીક ડો. રૂપારેલીયા તેમજ ડો.હીતેશભાઈ પટેલે ઈ.એન.ટી અતિઅત્યાધુનિક સાધનોની મદદથી એન્ડોસ્કોપી દ્વારા બાળકની અન્નનળીમાં ફસાયેલ સિક્કો દૂર કરી સિક્કાને કોઈ સંકોચ વિના બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો. ડોકટરની સફળતાપુર્વક બાળકની અન્નનળીમાંથી સિક્કાને બહાર કાઢી લેતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આધુનિક સમયમાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો શા માટે આપવામાં આવે છે તે બાબત આ કીસ્સા દ્વારા સ્પષ્ટ થાય છે.