(એજન્સી) તા.૭
અમેરિકાના વિશેષ દૂતે એ દિવસથી કાબૂલમાં અફઘાન અધિકારીઓ તેમજ રાજનેતાઓ સાથે મુુલાકાત કરી પરંતુ આ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અમેરિકાના વિશેષ દૂત જુલ્મઈ ખલીલજાદેે સાથે મુલાકાત ના કરે. સમાચાર મુજબ જુલ્મઈ ખલીલ જાદેએ એવી સ્થિતિમાં કાબૂલનો પ્રવાસ કર્યો છે જ્યારે કતારમાં શાંતિ મંત્રણાનો બીજો તબક્કો થવાનો છે.
જલ્મઈ ખલીલજાદે એ પોતાના બે દિવસમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજદ, વિદેશમંત્રી હનીફ અતમર અને સુરક્ષા સલાહકાર હમ્દુલ્લાહ મોહિબ સહિત અનેક અફઘાન અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. તેઓ અશરફ ગની સાથે મુલાકાત કરવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ જલ્મઈ ખલીલજાદેથી મળવાથી દૂર રહ્યા.
કતારમાં બીજા તબક્કાની થનારી મંત્રણામાં અફઘાન સરકાર અને તાલિબાન તરફથી મંત્રણાકાર ટોમોઓ વિશે ચર્ચા કરવા ઈચ્છે છે કે, અફઘાનિસ્તાનની વ્યવસ્થામાં તાલિબાનની ભાગીદારી કેવી રહેશે. જ્યારે અશરફ ગની આ વાત પર ભાર આપી રહ્યા છે કે, તાલિબાનને વર્તમાન વ્યવસ્થામાં શામેલ થઈ જવું જોઈએ. પરંતુ કેટલાકનું માનવું છે કે, વર્તમાન સરકારના સ્થાને વચગાળાની સરકારની રચના કરવી જોઈએ અને અશરફ ગની પોતાના પદ પરથી ત્યાગપત્ર આપે.
Recent Comments