(એજન્સી) ડાકુંડી તા. ૨૨
CNNમાં છપાયેલી આ ખબરે વૈશ્વિક જગતનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે, પોતાના ખોળામાં બે મહિનાના બાળકને લઈ જમીન પર બેસીને પરીક્ષા આપી રહેલી આ મહિલાનો ફોટો અફઘાનિસ્તાનના ડાકુંડી વિસ્તારનો છે, અને આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ૨૫ વર્ષીય જહાં તાબ નામની આ મહિલા સોશિયલ સાયન્સ વિષયની પ્રવેશ પરીક્ષા માટે યુનિવર્સીટી સેન્ટર ખાતે જમીન પર બેસીને પરીક્ષા આપી રહી છે, જયારે બાકીના પરિક્ષાર્થીઓ ટેબલ અને ખુરશીઓ પર બેસીને પરીક્ષા આપી રહ્યા છે. જહાં તાબ ની બરાબર બાજુમાં નિરીક્ષક પણ ખુરશી પર બેઠા છે.
જહાં તાબને બે મહિનાનું બાળક છે, જેને તે ઘરે અકેલા ન છોડી શકે, જેથી તે બાળકને પોતાની સાથે પરીક્ષા કેન્દ્રમાં લઈ ને આવી, જ્યારે પરીક્ષા દરમિયાન બાળક રડવા લાગ્યું, ત્યારે જહાં તાબ પોતાની ખુરશી છોડી બાળકને લઈને જમીન પર બેસી ગઇ અને બાળકને ખોળામાં લઇ ચૂપ કરાવવાની સાથે સાથે પરીક્ષા પણ આપતી હતી. આ પરીક્ષા આપવા માટે જહાં તાબ આઠ કલાકની મુસાફરી કરીને પહોંચી હતી.
આ દૃશ્ય એટલું દિલચસ્પ હતું કે યુનિવર્સિટીના લેક્ચરર ઇરફાન એ આ ફોટો ક્લીક કરીને ફેસબુક પર અપલોડ કરી દીધો, જોકે ઇરફાને પછીથી ફોટો હટાવી દીધો, પણ ત્યાં સુધીમાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને દુનિયાના બધા અખબારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ઈરફાન મુજબ જહાં તાબ આ પ્રવેશ પરીક્ષામાં પાસ થઈ ગઈ છે, અને તે હવે પોતાના ઉચ્ચ શિક્ષણ માટે યુનવર્સિટી માં ભણવા માંગે છે. પણ દુઃખ ની વાત આ છેકે જહાં ખુબ જ ગરીબ પરિવારથી આવે છે અને તેણી નો પતિ ખેડૂત છે અને ગરીબ પણ છે, જ્યારે યુનિવર્સિટી ની ફી દસ હજાર થી બાર હજાર અફઘાની રૂપિયા એટલે કે ૧૪૩ ડોલર થી ૧૭૨ ડોલરની બરાબર છે, જે જહાં ભરી નથી શકતી. જહાં તાબ યુનવર્સિટી પ્રશાસનને વિનંતી કરી રહી છે કે તેણીની ફી માફ કરે જેથી તે પોતાનું ભણવાનું સ્વપ્ન પૂરું કરી શકે. આની વચ્ચે જહાં તાબની કહાની દુનિયાભરમાં વાયરલ થયા બાદ એક બ્રિટિશ ઓર્ગેનાઇઝેશન અને અફઘાન યુથ એસોસિએશનએ મળીને જહાં તાબની આગળની શિક્ષા માટે ફંડ રેજિંગ કેમ્પઇન ચલાવ્યું છે. જેનું નામ ‘ર્ય્હ્લેહઙ્ઘસ્ી’ રાખવામાં આવ્યું છે. ખુશી અને રાહતની વાત એ છે કે જહાં તાબ માટે ચલાવવમાં આવેલ કેમ્પઇનમાં હાલ સુધીમાં ૧૧૨૫ પાઉન્ડ જમા થઈ ચૂક્યા છે. અને આ મુહિમનો ટાર્ગેટ ૫૦૦૦ પાઉન્ડનો છે. ટ્‌વીટર પર જહાં તાબ માટે લોકો જોડાઈ રહ્યા છે અને #JahanTaab હૈશટૈગ ટ્રેન્ડ કરવા લાગ્યું છે.
આ અભિયાન શરૂ કરનાર કહે છે કે પોતાના બે મહિના ના બાળકને ખોળા માં લઈ શિક્ષણ માટે મુશ્કેલીઓ વેઠતી આ જહાં તાબ ને પોતાનું સ્વપ્ન પુરૂ કરવામાં કોઈ અડચણ ન આવી જોઈએ. જેના લીધે જહાં તાબ ની ફી માટે અભિયાન ચલાવી રહ્યા છીએ, સાથે અભિયાન સાથે જોડાયેલા લોકો અફઘાનિસ્તાનના ક્લબો, યુનવર્સિટી ઓ અને સંસ્થાઓને પણ આ અભિયાનને સફળ બનાવવા માટે આગળ આવવાનો આગ્રહ કરી રહ્યા છે.
દુનિયામાં કોઈને શિક્ષણ ઘરના દરવાજે મળી જાય છે, ઓનલાઈન પણ વાંચી શકે છે પરંતુ જહાં તાબ જેવા કેટલાક એવા પણ લોકો છે જેમણે શિક્ષા માટે ડગલેને પગલે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે.
જહાં તાબના આ જુસ્સાને દિલ થી સલામ, અને દુઆ કરીશ કે અલ્લાહ તઆલા તને તારા ઉદ્દેશ્યમાં સફળ કરે અને તામારા બધા સ્વપ્ન પુરા થાય.