(એજન્સી) તા.ર
અફઘાનિસ્તાનના ઘણા બધા સાંસદોએ આ દેશની સંસદને ફ્રાન્સની સાથે કૂટનૈતિક સંબંધ તોડવાની માંગ કરી છે. સમાચાર મુજબ અફઘાનિસ્તાનના સાંસદોએ સંસદની ખુલ્લી કાર્યવાહીમાં જણાવ્યું છે. ફ્રાન્સિસી રાષ્ટ્રપતિ મેક્રોંએ પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનું અપમાન કર્યું છે. આ સાંસદોનું કહેવું હતું કે પોતાની આ કાર્યવાહીના કારણે ફ્રાન્સિસી રાષ્ટ્રપતિને તમામ ઈસ્લામી દેશો અને સમગ્ર મુસ્લિમો પાસે માફી માંગવી જોઈએ. અફઘાની સાંસદોએ આ દેશના રાષ્ટ્રપતિ મુહમ્મદ અશરફ ગનીને જણાવ્યું છે કે ફ્રાન્સ સાથે તાત્કાલિક કૂટનૈતિક સંબંધ વિચ્છેદ કરવાની જાહેરાતની સાથે જ કાબૂલથી ફ્રાન્સના રાજદ્વારીને બરતરફ કરવામાં આવે અને પેરિસથી પોતાના રાજદ્વારીને બોલાવી લેવામાં આવે. આ સાંસદોએ જણાવ્યું કે ફ્રાન્સ તરફથી પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના અનાદર પર ખૂબ જ જલ્દી અને ગંભીર પ્રતિક્રિયા આપવી જોઈએ. અફઘાનિસ્તાનના સાંસદોએ જણાવ્યું છે કે અમે કોઈપણ સ્થિતિમાં પોતાના પ્રિય પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબનો અનાદર સ્વીકાર કરીશું નહીં. આ દરમ્યાન અફઘાનિસ્તાનમાં આજે પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના અપમાનના વિરોધમાં વ્યાપક રેલીઓ કાઢવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા આ કહેવા પર કે તેમના દેશમાં પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના અપમાનજનક ચિત્રને પ્રસારિત કરવામાં આવતા રહેશે, સંપૂર્ણ વિશ્વના મુસ્લિમોમાં ગુસ્સો છે અને ઘણા બધા દેશોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઈરાન, તુર્કી, પાકિસ્તાન, મલેશિયા અને અનેક દેશોએ જ્યાં તેની પર પ્રતિક્રિયા આપી છે ત્યાં લોકો ફ્રાન્સિસી ઉત્પાદનોનો બહિષ્કાર કરી રહ્યા છે.