નવી દિલ્હી, તા.ર૪
અફઘાનિસ્તાનનો ખેલાડી અને આઈપીએલ હરાજીમાં મોટી રકમ પ્રાપ્ત કરનાર રાશિદખાન એક જ વારમાં ડબલ ઈતિહાસ સર્જવાની નજીક પહોંચી ગયો છે પણ આ ઈતિહાસ સર્જતા પહેલા તેણે અનેક દિગ્ગજોને પાછળ પાડી દીધા છે અને હવે તો જલ્દી મોટો ઈતિહાસ સર્જવાની સાથે બીજા અનેક દિગ્ગજોને પાછળ પાડી દેશે. આયરલેન્ડ વિરૂદ્ધ હરારે સ્પોર્ટસ કલબ મેદાન પર રમાયેલી મેચમાં રાશીદખાને ત્રણ વિકેટ ઝડપી. આ સાથે જ તે પોતાની કારકિર્દીમાં ફક્ત ૪૩ મેચોમાં વિશ્વનો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. હવે તેની વિકેટોની સંખ્યા ૯૯ થઈ ગઈ છે. ચાલો એક નજર કરીએ કયા ખેલાડીએ આટલી જ એટલે કે ૪૩ વન-ડે રમ્યા બાદ કારકિર્દીમાં કેટલી વિકેટ ઝડપી છે.
આયરલેન્ડને હરાવી અફઘાનિસ્તાને વિશ્વકપ માટે ક્વોલીફાય કર્યં

હરારે, તા.ર૪
અફઘાનિસ્તાને આયરલેન્ડને પાંચ વિકેટે હરાવી ઈગ્લેન્ડમાં ર૦૧૯માં રમાનાર આઈસીસી વિશ્વકપ માટે ક્વોલીફાય કરી લીધું છે. આ પહેલા બે વખત વિશ્વ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝે વિશ્વકપ માટે ક્વોલીફાય કર્યું હતું. રાશીદખાનની ત્રણ વિકેટની મદદથી અફઘાનિસ્તાને આયરલેન્ડને સાત વિકેટે ર૦૯ રને અટકાવી દીધું. ત્યારબાદ ૪૯.૧ ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો. અફઘાનિસ્તાનનો બીજો વન-ડે વિશ્વકપ હશે. જે ર૦૧પમાં પણ ટુર્નામેન્ટ રમ્યું હતું. ઝિમ્બાબ્વે ૧૯૮૩ બાદ પહેલીવાર વિશ્વકપની બહાર થશે.
વિકેટ નામ દેશ
૯૯ રાશીદખાન અફઘાનિસ્તાન
૮૭ મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા
૮૩ સકલેન મુસ્તાક પાકિસ્તાન
૮૩ શેન બોન્ડ ન્યુઝીલેન્ડ
૮૧ ટ્રેન્ટ બોલ્ટ ન્યુઝીલેન્ડ
૭૯ મો.શમી ભારત