(એજન્સી) તા.ર૦
અફઘાનિસ્તાનના ઘોર રાજ્યની રાજધાની ફિરોજકોહમાં એક કાર બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૧પ અને ઘાયલોની સંખ્યા ૧પ૧ થઈ ગઈ છે. શહેરના મુખ્ય હોસ્પિટલના પ્રમુખ મોહમ્મદ ઉમર લાલજાદે જણાવ્યું કે વિસ્ફોટમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૧પ થઈ ગઈ છે. આ પહેલા લાલજાદે જણાવ્યું હતું કે રવિવારે ફિરોજકોહમાં પોલીસ મુખ્યાલયની નજીક એક કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૩ લોકોનાં મોત થયા અને ૧૦ર અન્ય લોકો ઘાયલ થયા છે. કોઈપણ આતંકવાદી સમૂહે અત્યાર સુધી હુમલાની જવાબદારી લીધી નથી.