(એજન્સી) તા.ર૦
અફઘાનિસ્તાનના બગલાન રાજ્યમાં સેનાની કાર્યવાહીમાં સાત આતંકવાદી ઠાર થયા છે. સેનાએ સોમવારે અહિં જારે એક નિવેદનમાં જણાવ્યું કે, રવિવારે મોડી રાત્રે કિલગાઈ ક્ષેત્રમાં મુખ્ય ધોરીમાર્ગ પર આતંકવાદીઓએ ધોરીમાર્ગ પર કબજા માટે મોટા પાયા પર હુમલો કર્યો હતો. પરંતુ સેના હુમલાને નિષ્ફળ કરતા સાત આતંકવાદીઓને ઠાર કર્યા તેમજ વધુ આઠ આતંકવાદી ઘાયલ થયા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હુમલામાં સુરક્ષાદળોને કોઈ નુકસાન થયું નથી અને સેના આતંકવાદીઓનો પીછો કરવાનો જારી રાખશે. તાતિબાન સમૂહે ઘટના પર અત્યારે કોઈ ટિપ્પણી કરી નથી.