(એજન્સી) કાબૂલ, તા.૧૩
તાલિબાન આતંકવાદી હવે દરેક સ્થળ પર પોતાનો ભય ફેલાવી રહ્યા છે, જેમાં તેમણે પોતાનું આગામી શિકાર અફઘાનિસ્તાનને બનાવ્યું. અફઘાનિસ્તાનના ખુજા ઓમારી જિલ્લામાં એક સરકારી ઓફિસ પર બુધવારે રાત્રે તાલિબાન લડાકુઓએ હુમલો કરી દીધો. જેમાં ત્રણ અધિકારીઓ તેમજ ૧પ સુરક્ષા કર્મીઓના મોત નિપજ્યા છે. ગજની પ્રાંતના પોલીસ ઉપપ્રમુખ રમજાન અલી મોસેનીએ જણાવ્યું કે, હુમલાખોરોએ ગુરૂવારે રાત્રે જિલ્લાના એક ઉચ્ચ સુરક્ષાવાળા પરિસર પર હુમલો કરી દીધો, સુરક્ષા દળોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, જવાબી હુમલામાં તાલિબાનના રપ આતંકીઓ મૃત્યુ પામ્યા છે. અફઘાનિસ્તાનના સાંસદ મોહમ્મદ આરીફ રહમાનીએ જણાવ્યું કે, હુમલામાં જિલ્લાના ગવર્નર, ગુપ્ત સેવાઓના નિર્દેશક તેમજ પોલીસ ઉપપ્રમુખ પણ માર્યા ગયા છે. હુમલામાં ૧પ સુરક્ષાકર્મી પણ માર્યા ગયા છે. પોલીસ ઉપપ્રમુખ સાંસદ મોહમ્મદ આરીફ રહમાનીએ જણાવ્યું કે, હુમલાખોરોએ દારૂગોળાની સુરંગો તૈયાર કરી દીધી હતી, જેથી સરકારી દળોને ઘટનાસ્થળ પર મદદ કરવા માટે પહોંચતા રોકી શકાય. મોસેનીએ જણાવ્યું જો કે, થોડા સમય બાદ સરકારી મદદ પહોંચી ગઈ હતી. આઠ સુરક્ષાકર્મીઓ ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે, હવે નવો ‘સુપર પાવર’ બની રહેલા ચાઈનાની નજર અફઘાનિસ્તાન પર છે. ચાઈના આ રસ્તે એશિયા પર પોતાની પકડ મજબૂત કરવાની ક્વાયત હાથ ધરી રહ્યું છે.