દુબઈ, તા.૨૬
એશિયા કપમાં સૌથી રોમાંચક મુકાબલો જોવા મળ્યો. ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે સુપર-૪ મુકાબલો ડ્રો રહ્યો. મેચમાં ઘણા એવા નિર્ણયો હતા, જેને એમ્પાયરે ખોટા આપ્યા. પ્રશંસકોને પણ આ વાતથી ઘણો ગુસ્સો હતો. દિનેશ કાર્તિક અને એમ એસ ધોનીને ખોટી રીતે આઉટ આપવામાં આવ્યા હતાં. કોઇને પણ આશા ન હતી કે, એમ્પાયર આવા નિર્ણયો આપશે. ધોની પણ આ વાતથી ખુબ જ નાખુશ હતો. આ વાતનો ગુસ્સો તેણે મેચ બાદ પ્રેસેંટેશનમાં નિકાળ્યો.
મેચ બાદ જ્યારે પ્રેસેંન્ટેશન માટે ધોનીને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું-‘બે રન આઉટ ખોટા થયા અને ઘણી વિકેટો એવી રીતે પડી જેના વિશે હું કંઇ જ કહેવા માંગતો નથી. કારણ કે હું નથી ઇચ્છતો કે ફાઇન કપાઇ જાય.’ ધોનીએ ખોટા નિર્ણયો પર કંઇ કહ્યું નહી પરંતુ વાતો વાતોમાં તેણે જણાવી દીધુ કે, તે કેટલા ગુસ્સામાં છે. તમને જણાવી દઇએ કે, આ ખોટા નિર્ણયો ગ્રેગોરી બ્રેથવેટ (Gregory brathwaite)એ આપ્યા હતા, જે એશિયા કપમાં એમ્પાયરિંગ કરી રહ્યા છે.