(એજન્સી) તા.૩૧
અફઘાનિસ્તાન ધર્મગુરૂઓએ જાહેરાત કરી છે કે, દેશમાં ચાલી રહેલું યુદ્ધ મુસ્લિમોના જનસંહાર જેવુ છે. હેરાતની જામા મસ્જિદમાં ભેગા થયેલા ધર્મગુરૂઓએ આ જાહેરાત કરી છે કે, અફઘાનિસ્તાનમાં જારી યુદ્ધ મુસ્લિમોની હત્યાઓથી વધુ કંઈપણ નથી. સમાચાર મુજબ પશ્ચિમી અફઘાનિસ્તાનના ધર્મગુરૂઓની પરિષદે જણાવ્યું કે, તાલિબાનના દષ્ટિગત ઈસ્લામી વ્યવસ્થાને શાંતિ મંત્રણામાં અડચણ હોવું જોઈએ નહી. પશ્ચિમી અફઘાનિસ્તાનના ધર્મગુરૂઓની પરિષદના પ્રમુખ મૌલવી ખુદાદાદ સાલેહે ભાર આપીને જણાવ્યું કે, દેશની વર્તમાન લડાઈ હરામ છે. જેને ઈસ્લામી જગતના તમામ ધર્મગુરૂઓએ હરામ બતાવી છે. તેમણે જણાવ્યું કે, તાલિબાનનું ઈસ્લામ સ્વીકાર્ય નથી. ઈસ્લામી વ્યવસ્થા વિશે માત્ર ધર્મગુરૂ જ બતાવી શકે છે. તાલિબાન પોતાના દષ્ટિગત ઈસ્લામને અફઘાન જનતા પર લાદવા ઈચ્છે છે. હેરાતના વકફ અને હજ મામલાઓના પ્રમુખ અબ્દુલ ખાલિક હક્કાનીએ જણાવ્યું છે કે, અફઘાનીઓની વચ્ચે મંત્રણા જ સૌથી સારો વિકલ્પ છે. જેનું ધર્મગુરૂ સમર્થન કરે છે. હેરાતની જામા મસ્જિદમાં એકઠા થયેલા ધર્મગુરૂઓએ તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકાર બંને સંઘર્ષ વિરામનું આહ્‌વાન કર્યું છે. અફઘાનિસ્તાનના આ ધર્મગુરૂ એવી સ્થિતિમાં આ દેશમાં યુદ્ધબંદીની માંગ કરી રહ્યા છે કે, જ્યારે કતારની રાજધાની દોહામાં અફઘાનિસ્તાનીઓની વચ્ચે મંત્રણાનો બીજો તબક્કો એક અઠવાડિયા પછી શરૂ થવા જઈ રહ્યો છે.