(એજન્સી) તા.૧૦
અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ શુક્રવારે કાબુલમાં એકઠા થનારા હજારો પ્રતિષ્ઠિત નાગરિકોને અપીલ કરી છે કે, તે ૪૦૦ની આસપાસ મુક્ત કરવાનો નિર્ણય કરે જેમાં વિવિધ અફઘાની અને વિદેશીઓને મારવાવાળા સામેલ છે. મળેલ રિપોર્ટ મુજબ કેદીઓને મુક્ત કરવા બંને પક્ષો અફઘાન સરકાર અને તાલીબાનની વચ્ચે શાંતિ મંત્રણાની શરૂઆતમાં એક મહત્ત્વપૂર્ણ અડચણ છે જેેને મંત્રણા શરૂ થતા પહેલા જ કેદીઓના આદાન પ્રદાન પૂરો કરવાનો સંકલ્પ લીધો હતો. અફઘાન સરકારે લગભગ ૫ હજાર તાલિબાની કેદીઓને મુક્ત કર્યા છે. પરંતુ અધિકારીઓએ તાલિબાન તરફથી માંગ કરવામાં આવેલા કેદીઓને મુક્ત કરવાથી ઈન્કાર કર્યો છે. અશરફ ગનીએ ભાર આપ્યો છે કે, જો કેદીઓને મુક્ત કરવામાં આવશે તો શાંતિ મંત્રણા શરૂ થઈ શકે છે જ્યારે તેમણે જણાવ્યું કે, તે કોઈપણ નિર્ણયનો ભરપૂર સમર્થન કરશે. તેમણે કબાઈલી સરદારો અને અન્ય સ્ટોક હોલ્ડર્સના વિવાદિત મામલાઓ પર નિર્ણય કરવા માટે પારંપરિક અફઘાન જીરગેનું આયોજન કરતા જણાવ્યું કે તાલિબાને જણાવ્યું હતું કે જો તેમના ૪૦૦ કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યો તો પછી ત્રણ દિવસની અંદર સીધી મંત્રણા શરૂ થઈ જશે. તેમનું કહેવું હતું કે જો તેમને મુક્ત કરવામાં ના આવ્યા તો ના માત્ર તે યુદ્ધ જારી રહેશે. પરંતુ તે તેમાં ગતિ લાવશે, પરંતુ દેશ સાથે ચર્ચા કર્યા વીના તેમને મુક્ત કરવા સંભવ ન હતું.