(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૧૩
કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ હવે અબડાસા બેઠકની પેટાચૂંટણીની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે હાલમાં જ જાહેર કરી દીધું છે કે, આગામી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા હશે. આ ચૂંટણીના ઈન્ચાર્જ તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની નિમણૂંક થઈ ગઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદેશ ભાજપના મંત્રી કે.સી. પટેલ હાલમાં અબડાસા મતક્ષેત્રમાં જ છે. તેઓ ભાજપ સંગઠનને આ બેઠક જીતવા માર્ગદર્શન આપી રહ્યાં છે.